શારીરિક સ્વસ્થતા માટે પ્રોટીન સારી માત્રામાં હોવું જરૂરી છે. શરીરમાં બ્લડ સરક્યુલેશન અને બ્લડ સુગર લેવર નિયંત્રણ રાખવા માટે પ્રોટીન જરૂરી છે. શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનની હાજરી હૃદય અને ફેફસા સંબંધિત ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે. શરીરના વિવિધ કાર્ય માટે પ્રોટીન આવશ્યક છે પરંતુ વધુ પડતું પ્રોટીન સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. શરીરમાં પ્રોટીન વધતા તેના લક્ષણો પણ દેખાય છે.
પ્રોટીન શરીર માટે આવશ્યક
શરીરને સ્નાયુઓના નિર્માણથી લઈને હોર્મોન સ્ત્રાવ સુધી દરેક વસ્તુ માટે પ્રોટીનની જરૂર હોય છે. અને એટલે રોજિંદા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. પ્રોટીન ત્રણ પ્રકારે કાર્ય કરે છે એટલે કે પ્રોટીનની કાર્યપદ્ધતિ મુખ્યત્વે ત્રણ વિભાગમાં જોવા મળે છે. 1 સંરચનાત્મક (structural), 2 શરીરક્રિયાત્મક (physiologically active) અને 3 પોષક (nutreint). આ તમામ કાર્ય પદ્ધતિ એકબીજા પર આધાર રાખે છે. શરીરમાં પ્રોટીનની માત્રા વધતા આ કાર્ય પર અસર થાય છે અને શરીરમાં પોષકતત્વોનું અસંતુલન થતા અનેક પ્રકારની સ્વાસ્થય સમસ્યા ઉદભવે છે.
શરીરમાં લક્ષણો પ્રોટીન વધવાના સંકેત
શરીરમાં કેટલાક લક્ષણો પરથી તમે જાણી શકો છો કે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધી ગયું છે. શરીરમાં પ્રોટીન વધવાનું સૌથી સામાન્ય લક્ષણ પાચન સમસ્યાઓ છે. ખાસ કરીને જ્યારે ખોરાકમાં ફાઇબર ઓછું હોય, તો તે કબજિયાત, ગેસ, અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત તમારા શ્વાસમાંથી અચાનક તીવ્ર અને વિચિત્ર ગંધ આવવા લાગે, તો તેનું કારણ તમારો ઉચ્ચ પ્રોટીન ખોરાક હોઈ શકે છે. તેમજ વધુ માત્રામાં લેવાયેલ કોઈપણ પોષક તત્વો, ભલે તે પ્રોટીન હોય, વધારાની કેલરી તરીકે સંગ્રહિત થાય છે. આનાથી વજન વધી શકે છે. શરીરમાં પ્રોટીન વધવાના કારણે વાળ ખરવાની સમસ્યા પણ જોવા મળે છે.


