- ક્ષત્રિય સમાજે વિરોધ ની રણનીતિ બદલી
- ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા
- ક્ષત્રિય સમાજે વિરોધ કરી પૂતળાનું દહન કર્યું
રાજકોટમાં પરશોત્તમ રૂપાલા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. જ્યાં બીજી તરફ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ભાવનગરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય સામે ક્ષત્રિય સમાજે વિરોધ કરી રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા.
છેલ્લા થોડાં દિવસોથી ક્ષત્રિય સમાજે રૂપાલા સામે વિરોધ હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. આ વચ્ચે ક્ષત્રિય સમાજે વિરોધની રણનીતિ બદલીને ભાજપ કાર્યાલય સામે વિરોધ શરૂ કર્યો છે. જેના માટે ભાવનગરમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા અને તેમને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.
જે સાથે જ ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા. જેમને પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરી હતી. આ સાથે જ ક્ષત્રિય સમાજે વિરોધની રણનીતિ બદલી છે.
શું છે આગળની રણનીતિ
નોંધનીય છેકે, રૂપાલા મામલે હજી પણ ક્ષત્રિય સમાજ માફી આપવાના મૂડમાં નથી. જ્યાં ક્ષત્રિય સમાજે આગળની રણનીતિમાં આવતીકાલથી ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે જેના અંગે ક્ષત્રિય આગેવાને જણાવ્યું કે, ગામે ગામ 12.39 કલાકે મહા આરતી કરાશે. દરેક ગામોમાં શોભાયાત્રા કાઢવામાં આવશે. તેમજ દરેક સમાજના લોકોને જોડવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.


