- રખડતા ઢોરોને નિયંત્રિત કરવા સ્ટાફની અછત
- પોલીસ તંત્રએ પણ કોર્પોરેશનને સહકાર આપવા કસી કમર
- પશુપાલકો સામે જરૂર પડ્યે પાસાનું ઉગામશે શસ્ત્ર
હાઇકોર્ટની ટકોર બાદ રાજ્યના તમામ શહેરોમાં ઢોર પકડવાની કામગીરી તેજ બની છે. જેમાં આજથી વડોદરામાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં આવી છે. જેની સાથે જ રસ્તા પર રખડતાં ઢોરને પકડવાની કામગીરી માટે 13 ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે.
આજથી વડોદરામાં રખડતાં ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ તંત્રએ પણ કોર્પોરેશનને સહકાર આપવા કમર કસી છે. જેમાં કેટલ પોલીસીનો અમલ કરાવવા પોલીસ પણ કડકાઈથી કામ કરશે તેમ જણાવ્યું છે. ઢોરોને રસ્તે રખડતા મૂકી દેનારને કાયદાનો પાઠ ભણાવશે તેમ જણાવ્યું છે.
પોલીસ પશુપાલકો સામે જરૂર પડ્યે પાસાનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઢોરને રસ્તા પર રખડતા મૂકી દેનાર માટે પણ મનપા દ્વારા પાઠ ભણાવવામાં આવશે. તેમજ પોલીસ પશુપાલાકો સામે કાયદેસરનો દંડ ફટકારીને યોગ્ય કાર્યવાહી હાથ ધરશે.
આ તરફ વારસિયા વિસ્તારમાં પશુમાલિકોએ હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં માલધારીઓને શહેર બહાર જગ્યા ફાળવવા માંગ કરાઇ છે. જગ્યા ફાળવ્યા બાદ કેટલ પોલિસીનો અમલ કરવા માંગ કરાઇ છે. આ તરફ મનપાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 11 ગાયો પકડવામાં આવી છે. તેમજ ઢોર પકડવા પાર્ટીએ ત્રણ ઢોર લોકોનો વિરોધ કરવામાં આવ્યો છે.
જ્યારે હાલની સ્થિતિ અંગે મેયર પિન્કીબેન સોનીએ નિવેદન આપ્યું કે, આજથી નવી કેટલ પોલિસી લાગુ કરવામાં આવી છે. જેમાં પહેલા દિવસે 12 રખડતા ઢોર પકડાયા છે. પોલીસને સાથે રાખીને ટીમોને કામ કરી રહી છે. જેની સાથે જ નવી પોલિસી મુજબ કડક કાર્યવાહી કરાશે.