- 1 કરોડની લાંચ માંગતા PSIની કથિત ઓડિયો ક્લીપ
- જંક્શન ચોકીના PSI બી.કે.ગોહિલે 1 કરોડની લાંચ માગી
- 40 કરોડની જમીનની ફરિયાદ નોંધવા 1 કરોડની માગ
રાજકોટમાં ખાખી વર્દી ફરી એકવાર ડાઘ ડાઘ થઇ છે. જેમાં 1 કરોડની લાંચ માંગતા PSIની કથિત ઓડિયો ક્લીપ સામે આવી છે. જંક્શન ચોકીના PSI બી.કે.ગોહિલે 1 કરોડની લાંચ માગી હતી. તેમાં 40 કરોડની જમીનની ફરિયાદ નોંધવા 1 કરોડની માગ કરી હતી.
જમીન મકાનના ધંધાર્થીએ ACBમાં અરજી કરી
જંક્શન પોલીસ ચોકીના PSIએ લાંચ માગ્યાની ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જમીન મકાનના ધંધાર્થીએ ACBમાં અરજી કરી હતી. તેમાં બોગસ દસ્તાવેજની ફરિયાદ કરવા જતા લાંચ માગી છે. જેમાં ઉપલા અધિકારીઓને પણ પૈસા આપવા પડે તેવો ઉલ્લેખ છે. રોણકીમાં સર્વે નં. 66 પૈકી એક જમીનના બોગસ દસ્તાવેજ થયા છે. રાજકોટ પોલીસ વિવાદમાં આવી છે. પ્રદ્યુમ્ન નગર પોલીસ મથક હસ્તકની જંકશન ચોકી વિવાદમાં જંકશન પોલીસ ચોકીના પીએસઆઈ દ્વારા 1 કરોડની લાંચ માંગવાનો કથિત ઓડિયો વાયરલ થયો છે.
ઉપલા અધિકારીઓને પણ પૈસા આપવા પડે તેવી વાત ફરિયાદીને કરી
જમીન મકાનના ધંધાર્થી અને સ્ટાર પ્લાઝમાં ઓફિસ ધરાવનાર નાગેશસિંહ ચૌહાણ દ્વારા અરજી કરવામાં આવી હતી. રોણકી વિસ્તારની સર્વે નંબર 66 પૈકી એકની જમીનના બોગસ દસ્તાવેજો મામલે ફરિયાદ કરવા જતા ફરિયાદી પાસે લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદની અરજી અંગે તપાસ દરમિયાન જમીન જોઈ પીએસઆઈએ એક કરોડની વાત કરી હતી. તથા ઉપલા અધિકારીઓને પણ પૈસા આપવા પડે તેવી વાત ફરિયાદીને કરી હતી.


