ક્રિકેટમાં ગમે ત્યારે કંઈ પણ શક્ય છે. લગભગ 50 વર્ષ પહેલાની વાત છે જ્યારે 1975માં ઈંગ્લેન્ડ સામેની એક ODI મેચમાં સુનીલ ગાવસ્કરે ઈનિંગની શરૂઆત કરતા 174 બોલમાં માત્ર 36 રન બનાવ્યા હતા. હવે પાકિસ્તાન સુપર લીગની 10મી સીઝનમાં પણ કંઈક આવું જ બન્યું છે.
ક્વેટા ગ્લેડિયેટર્સના કેપ્ટન સઈદ શકીલે કરાચી કિંગ્સ સામેની મેચમાં માત્ર 40 રન બનાવ્યા હતા, જેના કારણે તેની ભારે ટીકા થઈ રહી છે. સામાન્ય રીતે T20 ક્રિકેટમાં 40 રનની ઈનિંગને મોટું યોગદાન માનવામાં આવે છે, પરંતુ શકીલને શા માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે? જાણો
કેપ્ટન બન્યો સૌથી મોટો દુશ્મન
મેચમાં પ્રથમ રમતા કરાચી કિંગ્સે 175 રન બનાવ્યા. કોણે વિચાર્યું હશે કે સઈદ શકીલ T20 માં ટેસ્ટ જેવી ઈનિંગ્સ રમીને પોતાની જ ટીમનો સૌથી મોટો દુશ્મન બની જશે. 176 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ક્વેટા ગ્લેડીયેટર્સ માટે સઉદ શકીલ અને ફિન એલને ઓપનિંગ કરી.
ગ્લેડીયેટર્સ એક છેડેથી સતત વિકેટ ગુમાવી રહ્યા હતા પરંતુ કેપ્ટન શકીલ ધીમા રમતમાં વ્યસ્ત હતો. રસપ્રદ વાત એ હતી કે સઈદ શકીલ અણનમ પેવેલિયન પરત ફર્યો. ગ્લેડિયેટર્સે બધી 20 ઓવર બેટિંગ કરી, જેમાં શકીલ 40 બોલમાં ફક્ત 33 રન બનાવી શક્યો. ઈનિંગ્સની શરૂઆત કરવા અને આખી 20 ઓવર રમવા છતાં, સુકાની સઈદ શકીલ ફક્ત 33 રન જ બનાવી શક્યો.
પીએસએલના ઈતિહાસમાં સૌથી ઓછો સ્ટ્રાઈક રેટ
સઈદ શકીલ હવે પીએસએલના ઈતિહાસમાં એક ઈનિંગમાં ઓછામાં ઓછા 40 બોલનો સામનો કરતી વખતે સૌથી ધીમો સ્ટ્રાઈક રેટ ધરાવતો બેટ્સમેન બની ગયો છે. કરાચી કિંગ્સ સામે, તેને 82.50 ના ખૂબ જ ધીમા સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. આ શરમજનક રેકોર્ડ અગાઉ ઓસ્ટ્રેલિયાના મેથ્યુ વેડના નામે હતો, જેને 2023માં મુલતાન સુલ્તાન સામેની મેચમાં 97.87ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી.


