જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં સ્વાગત સભાનું આયોજન
અમરેલી લોકસભાની ચૂંટણીને લઇ માહોલ જામ્યો છે. અમરેલી-૧૪ લોકસભાના ઉમેદવાર તરીકે કોગ્રેસ પક્ષ દ્વારા શિક્ષીત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને મેદાને ઉતાર્યા છે. ત્યારે સંસદીય મત વિસ્તારનાં કુકાવાવ તાલુકામાં જેનીબેન ઠુમ્મર દ્વારા જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. પ્રચાર દરમિયાન જેનીબેનનું ઠેર-ઠેર સ્વાગત થઈ રહ્યું છે. જેમા કુકાવાવ વિસ્તારનાં અમરાપુર, રામપુર, અરજણસુખ, ખાનખીજડીયા, હનુમાન ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમજ મહિલાઓ દ્વારા જેનીબેનનું સ્વાગત કર્યુ હતું.
આ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત જેનીબેન ઠુમ્મર દ્વારા ગ્રામ્ય વિસ્તારનાં પ્રશ્નનો અને રાહુલ ગાંધી અને ઈન્ડીયા ગઠબંધનના સંયુકત એજન્ડાની ચર્ચાઓ કરી હતી. જેમાં ગ્રામ્ય સ્તરે સારૂ શિક્ષણ અને મફત શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાઓ,ખેડૂતોને એમ.એસ.પી.મુજબના ભાવો મળે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનાની સારી સુવિધાઓ મળે,બહેનો પગભર થાય તે માટે સરકારી કેન્દ્રો અને એન.જી.ઓની મદદથી સ્વરોજગારીના કાર્યક્રમો ચલાવવા સહિતના મુદાઓની ચર્ચાઓ કરાઇ હતી. અને જેનીબેન ઠુમ્મરના સમર્થન માટે મતદારોએ અપીલ કરી હતી. આ પ્રવાસ દરમિયાન જેનીબેન ઠુમ્મરને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
આ તકે પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલીયા, ડી.કે. રૈયાણી, ધર્મેશભાઈ પાનસુરીયા,રવજીભાઈ પાનસુરીયા,સુખાભાઈ વાળા અને કોગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ, ગ્રામજનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામા લોકો પ્રવાસમાં જોડાયા હતાં.


