- આ વખતે ઓપન બજારમાં ખેડૂતોને ભાવ વધુ મળી રહ્યા છે
- રાજ્યભરમાં 35585 ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું
- સારા ભાવ માર્કેટ યાર્ડમાં મળતા હોવાથી ઓછુ રજિસ્ટ્રેશન થયું
ખરીફ પાકોની લણની પૂર્ણ થઈ છે જેની સાથે રાજ્યમાં આજથી ખેડૂતો માટે ટેકાના ભાવથી ખરીદી શરૂ થઇ છે. જેમાં રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ જકોટમાંથી રાજ્યવ્યાપી ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવી છે. રાજ્યમાં ખેડૂતોને મગફળી, અડદ, મગ, સોયાબીન વગેરે જણસની ખરીદીમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેની સાથે જ ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આજથી ગુજરાતમાં મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવથી વિવિધ કૃષિ જણસોની ખરીદી શરૂ કરાવવામાં આવી છે. રાજ્યમાં આજે ટેકાના ભાવથી ખેડૂતોનો જણસની ખરીદી થશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવની ખરીદીનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં રાજકોટથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ખરીદી શરૂ કરાવી છે. આ દરમિયાન ખરીફ પાકમાં મગફળી, અડદ, મગ અને સોયાબીનની રાજ્યવ્યાપી ખરીદી શરૂ થઈ છે. રાજકોટના જૂના યાર્ડથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના આ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકોટમાં આ પ્રસંગે રાજકોટ જિલ્લાના સહકારી અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્યમાં ટેકાના ભાવથી ખરીદીને લઇને રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. આ વખતે 35585 ખેડૂતોએ મગફળીની નોંધણી કરાવી છે. હાલમાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા હોવાના કારણે ટેકા ભાવે રજિસ્ટ્રેશન ઓછું થયું છે. નોંધણીની મુદત પણ અમે વધારી દીધી છે. કોઈપણ વસ્તુઓનો ભાવ તેની માગના પ્રમાણમાં હોય છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાસ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું કે, અમારો પ્રયાસ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેવો છે. ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. આ વખતે 35585 ખેડૂતો મગફળીની નોંધણી કરાવી છે.