- નર્મદા જિલ્લાના શહેરાવ ઘાટ, રામપુરા કીડી-મંકોડી ઘાટ પર
- આ બ્રિજ તૈયાર થાય તો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાવાસીઓને ફાયદો
- પીવીસી બ્રિજ બનાવવા અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી
માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા રૂટ પર શહેરાવ ઘાટ અને રામપુરા કીડી-મંકોડી ઘાટ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા PVC બ્રિજ બનાવવા અંગે પ્રાથમિક સર્વે હાથ ધરાયો હતો. ગાંધીનગરની ટીમ દ્વારા સ્થાનિક જિલ્લા તંત્રને સાથે રાખીને શક્યતા તપાસી સ્થળ વિઝીટ કરી હતી.
નર્મદા પરિક્રમા અર્થે આવતા લાખો શ્રાધ્ધાળુઓને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન, પૂર્વ તૈયારી માટે કંટીજન્સી વ્યવસ્થાપન અંગે કામ ચલાઉ બ્રિજની શક્યતાની કવાયત હાથ ધરાઈ હતી. આ બ્રિજ તૈયાર થાય તો શ્રાધ્ધાળુને નદી પાર કરવા સુગમતા રહેશે. ઉત્તરવાહિની પરિક્રમા આ વર્ષે તા. 8 એપ્રિલથી 8 મેં-24 સુધી ચાલશે. અહીં શ્રાધ્ધાળુ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ અંદાજિત 7 કિ.મી., રિવર ક્રોસિંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ 7 કી.મીનું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટે પરત આવે છે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ અને નિવાસી અધિક કલેકટર સી.કે. ઉંધાડના વડપણ હેઠળ જિલ્લા વહીવટી તંત્રની ટીમ અને ગાંધીનગર મેરીટાઇમ બોર્ડના ચીફ્ એન્જિનિયર ભાવેશ તલાવીયાની સીધી દેખરેખ હેઠળન્ 6 ઈજનેરોની ટીમ દ્વારા આજે સર્વે અને શક્યતા ચકાસી હતી.


