- એક જ દેશમાં બે અલગ અલગ નિયમો અને જોગવાઈ કઈ રીતે
- લિક્વિડ ફોર્મમાં સોનું સુટકેશની અંદર છુપાવીને લાવ્યા
- સ્મગલિંગના કેસમાં સુરત શહેર SOGએ કસ્ટમને જાણ કરી ન હતી
સુરત શહેર SOGની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જેમાં સોનાના પાઉડરના રૂપમાં સ્મગલિંગના કેસમાં સુરત શહેર SOGએ કસ્ટમને જાણ કરી ન હતી. જેમાં શહેર SOGની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા છે. તેમાં SOGએ બાતમીના આધારે આરોપીઓને પકડ્યા હતા. તેમાં બાતમી આધારે મતલબ અર્થ કે પહેલેથી જાણ હતી.
એક જ દેશમાં બે અલગ અલગ નિયમો અને જોગવાઈ કઈ રીતે
સુરત શહેર SOGએ કસ્ટમને સાથે કેમ ના રખાઈ તથા 9 જુલાઈના રોજ સુરત શહેર SOGએ આ કામગીરી કરી હતી. જેમાં રૂપિયા 64.89 લાખની કિંમતનું 927 ગ્રામ સોનું પકડયું હતુ. મોસાલીનું દંપતી સોનામાં કેમિકલ મિક્સ કરીને લાવ્યું હતુ તેમજ ભૂતકાળમાં 900 ગ્રામ સોનું એરપોર્ટ પરથી પકડ્યું હતુ. જેમાં સોનુ સીઝ કરી આરોપીને જાત જામીન આપ્યા હતા. એક જ દેશમાં બે અલગ અલગ નિયમો અને જોગવાઈ કઈ રીતે હોઇ શકે છે. જેમાં સુરત શહેર પોલીસે આખા કેસને કેમ આટલું મોટું સ્વરૂપ આપ્યું એ પણ એક વિચારવા જેવી બાબત છે.
લિક્વિડ ફોર્મમાં સોનું સુટકેશની અંદર છુપાવીને લાવ્યા
અગાઉ એસોજી પોલીસે દુબઈથી સુરત આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ખૂબ જ ચાલાકી પૂર્વક ગોલ્ડ સ્મગલિંગ એટલે કે સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાના એક રેકેટનો પરદાફર્શ કર્યો હતો. આ રેકેટમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પતિ-પત્ની દુબઈથી સુરત એરપોર્ટ પર આવ્યા હતા અને તેઓ લિક્વિડ ફોર્મમાં સોનું સુટકેશની અંદર છુપાવીને લાવ્યા હતા. જોકે એસ.ઓ.જી પોલીસે સમગ્ર રેકેટનો પડદાફાશ કર્યો હતો અને આરોપીઓ પાસેથી 64 લાખની કિંમતનું 924 ગ્રામ સોનુ અને દસ લાખની કિંમતની અર્ટીગા કાર મળી 74 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.
શિવમ નજીકથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
સુરત એસઓજી પોલીસના ડીસીપી રાજેન્દ્રસિંહ નકુમના જણાવ્યા અનુસાર, સુરત એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સુરત આવી રહેલા બે યાત્રીઓ ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવાયેલા છે અને ખૂબ મોટી માત્રામાં દાણચોરીનું સોનું લઈને સુરત આવી રહ્યા છે. આથી સુરત એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી અને સુરતના સાયણ હજીરા રોડ ઉપર શિવમ હોટલ નજીકથી આ આરોપીઓ દાણચોરીનું સોનુ લઈને આવનાર હતા. આથી સુરત એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી અને મોડી રાત્રે હોટલ શિવમ નજીકથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપીઓની પૂછપરછમાં કોઈપણ વિગત સામે આવતી ન હતી બીજી તરફ એસ.ઓ.જી પોલીસને ચોક્કસ બાતમી હતી કે,આ લોકો સ્મગલિંગનું સોનું લઈને આવ્યા છે.


