- મિઝોરમમાં રાજનાથ સિંહે ચૂંટણી રેલીને કર્યું સંબોધન
- કોંગ્રેસે મણિપુર હિંસાને લઈને રાજકારણ કર્યું: રક્ષા મંત્રી
- “દિલથી દિલની વાતચીત થશે ત્યારે સમસ્યા ઉકેલાશે”
રક્ષા મંત્રી રાજનાથ સિંહે મિઝોરમના ટીપા મણિપુરના મેઇતેઈ અને કુકી સમુદાયો અંગે ખુલીને વાત કરી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, છેલ્લા નવ વર્ષોમાં પૂર્વોત્તર શાંતિપૂર્ણ રહ્યું છે. જો કે, અમે મણિપુરમાં હિંસા જોઈ છે, જે અત્યંત પીડાદાયક છે. તેમણે એમ પણ કહ્યું કે, હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી. બંને સમુદાયોએ સાથે બેસીને પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. આમાં દિલથી દિલની વાતચીત જરૂરી છે.
પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં એક ચૂંટણી રેલીને સંબોધતા, મણિપુરમાં બે સમુદાયોએ પરિસ્થિતિ સુધારવા માટે એકબીજા સાથે વાત કરવી જોઈએ. જ્યારે મણિપુરમાં સ્થિતિ બગડી રહી હતી ત્યારે કોંગ્રેસે તેના પર રાજનીતિ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે, જ્યારે મણિપુરમાં સ્થિતિ બગડી રહી હતી ત્યારે કોંગ્રેસે તેના પર રાજનીતિ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. મિઝોરમ અને ઉત્તર-પૂર્વ સહિત સમગ્ર દેશને કોંગ્રેસની નકારાત્મક રાજનીતિથી દૂર રાખવાની જરૂર છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચૂંટણી રેલીમાં કહ્યું કે, જો રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે તો મિઝોરમને ડ્રગ મુક્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર માને છે કે જ્યાં સુધી પૂર્વોત્તરનો સાચા અર્થમાં વિકાસ નહીં થાય ત્યાં સુધી ભારતનું સપનું પૂરું નહીં થાય.