સાઉદી અરબ અને કતરે સોમવાર 8 ડિસેમ્બરે એક મોટી ડીલ કરી છે. હવે આ ખાડી દેશોની રાજધાનીઓને એક હાઇ સ્પીડ રેલથી જોડવામાં આવશે. અને આના નિર્માણ માટે બંને દેશોએ એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ ડિલ પોતાનામાં જ ખાસ છે કારણ કે આ એ બંને દેશો વચ્ચે વધારે સારા સંબંધોનુ મોટુ ઉદાહરણ છે જે બંને વચ્ચે ક્યારેક મોટા મતભેદો પણ રહ્યા હતા. સાઉદી પ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં અનુસાર, હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક પેસેન્જર રેલવે રિયાદ અને દોહાને જોડવામાં આવશે.
1 કલાકમાં 300 કિમી દોડશે આ ટ્રેન
મીડિયા રિપોર્ટ મુજબ આ ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડશે અને બંને રાજધાનીઓ વચ્ચેની મુસાફરીમાં લગભગ બે કલાક જેટલો જ સમય લાગશે. તમે આ ટ્રેનની ઝડપનું અંદાજ એ રીતે લગાવી શકો કે રિયાદથી દોહા સુધીની સીધી ફ્લાઇટમાં લગભગ 90 મિનિટ લાગે છે. ઉપરાંત, ટ્રેનના રૂટમાં સાઉદીના અલ-હોફુફ અને દમ્મમ શહેરો પણ સામેલ થવાની શક્યતા છે, એટલે ટ્રેન આ બે સ્ટેશનો પર પણ રોકાશે.આ પ્રોજેક્ટને પૂર્ણ થતા આશરે 6 વર્ષ જેટલો સમય લાગશે. આ હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને કારણે દર વર્ષે લગભગ 1 કરોડ યાત્રીઓને મુસાફરીની સુવિધા મળવાની આશા છે.
2017માં સાઉદી-કતરે તોડી નાખ્યા હતા સંબંધો
સાઉદી અરેબિયા અને તેના સાથી દેશો, યુએઈ, બહેરીન અને ઇજિપ્તે જૂન 2017 માં કતાર સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા, અને મુસાફરી પર પણ પ્રતિબંધો લગાવ્યા હતા.ચાર દેશોએ કતાર પર મુસ્લિમ સહિતના કટ્ટરપંથી ઇસ્લામવાદીઓને ટેકો આપવાનો અને સાઉદી અરેબિયાના કટ્ટર હરીફ ઈરાન સાથે ગાઢ સંબંધો કેળવવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ કતારે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચોઃ Bangladeshની સત્તા સંભાળવા માટે ચાર નામ આવ્યા સામે, જાણો કોણ છે આ હસ્તીઓ?


