By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાર વર્ષથી અધુરો રાજકોટ – અમદાવાદ હાઇવે છે : સૌરાષ્ટ્રની મજાક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ચાર વર્ષથી અધુરો રાજકોટ – અમદાવાદ હાઇવે છે : સૌરાષ્ટ્રની મજાક

agragujaratnews
Last updated: 2024/02/14 at 8:50 PM
2 years ago
Share
ચાર વર્ષથી અધુરો રાજકોટ – અમદાવાદ હાઇવે છે : સૌરાષ્ટ્રની મજાક
SHARE

સૌરાષ્ટ્રના લોકોની હાડમારી વિષે ગુજરાતના ધારાસભ્ય પ્રશ્ન પૂછે, અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો હાથ જોડીને બેઠા રહ્યા

ધારાસભ્યની ટર્મ પાંચ વર્ષની હોય છે. રાજકોટ – અમદાવાદ વચ્ચે સીકસ લેન હાઇ વે રાજય સરકારની દેખરેખ હેઠળ બની રહયો છે. આ સીકસ લેન હાઇ વે તેની મુદત પુરી થયા બાદ  વધારાના ચાર વર્ષ થઇ ગયા હોવા છતાં પુરો નથી થતો. તેના કોન્ટ્રાકટરો સાઇટ ઉપરથી સાધનો ઉપાડી જઇ બીજી સાઇટ ઉપર લઇ જાય છે. કોન્ટ્રાકટરોને આપેલા પૈસા વપરાઇ જાય છે. આપેલુ બજેટ કરોડો રૂપિયામાં વધી જાય છે છતાં કામ પુરુ નથી થતું. રસ્તા ઉપર ખાસ કરીને ચોમાસામાં કલાકોના ટ્રાફિક જામ થાય છે. આ હાઇ વે ઉપરથી રોજીંદા પસાર થનારા વાહનો, મુસાફર બસ, ટ્રક વગેરેની આવરદા ભંગાર રસ્તાઓને કારણે ટુંકી થાય છે. લાખો માનવ કલાકોનો વ્યય થાય છે. પેટ્રોલ અને અન્ય ઇંધણોનો વ્યય થાય છે. છતાં ઠંડા સ્વભાવના મુખ્યમંત્રીનું પાણી નથી હાલતું.સરકાર સૌરાષ્ટ્ર પ્રત્યે આવુ ઓરમાયુ વર્તન શા માટે રાખે છે એ સવાલ થાય ?

તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં રાજકોટ-અમદાવાદ સીકસ લેન હાઇ વે તેના નિયત સમય છતાં ચાર વરસ વધુ થઇ ગયા છતાં પૂરો કેમ નથી થયો તેનો સબંધિત મંત્રી વ્યવસ્થીત જવાબ આપે એવી અન્ડરલાઇન સાથે પ્રશ્ન ગેનીબેન ઠાકોર (સૌરાષ્ટ્રના ધારાસભ્ય નથી.) ગુજરાતના છે. તેમણે પૂછયો. સ્પીકરે પણ મંત્રીશ્રીને ગેનીબેન ઠાકોરના પ્રશ્નમાં અન્ડરલાઇન કરી કહયુ કે ગેનીબેન વ્યવસ્થીત જવાબ ઇચ્છે છે. બેન સૌરાષ્ટ્રના ધારાસભ્ય નથી છતાં સૌરાષ્ટ્રની પ્રજાની હાડમારી અંગે પ્રશ્ન પૂછે છે અને વ્યવસ્થીતજવાબ ઇચ્છે છે. આમ જુઓતો રાજકોટના ચાર ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના તમામ યશસ્વી ધારાસભ્યોનું ગેનીબેને નાક કાપી લીધુ કહેવાય.

સૌરાષ્ટ્રની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા છતાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ સૌરાષ્ટ્રના મતદારોની વફાદારી નથી કરી. કોઇ પ્રોજેકટ ચાર ચાર વરસ લટકયા કેમ કરે ? રાજકોટ અમદાવાદ સિકસ લેન સાથે તારાપુર ચોકડીથી વડોદરાના સિકસલેન પ્રોજેકટનું કામ શરૂ થયુ હતું. જે નિયત સમયમાં ત્રણેક વર્ષ પહેલાં પુરુ થઇ ગયુ છે. આ રસ્તા ઉપરથી તમને અમસ્તુ અમસ્તુ ફરવા જવુ પડે. પરંતુ રાજકોટ-અમદાવાદ માર્ગને રૂપાણી ગયા તેનું ગ્રહણ લાગ્યુ છે. કે સૌરાષ્ટ્રના યશસ્વી ધારાસભ્યોની વાત ગાંધીનગરમાં ગણકારવામાં આવતી નથી એ ખબર પડતી નથી. કોંગ્રેસ પણ એક સમયે આવા જ તોરમાં હતી. કોંગ્રેસી નેતાઓ પોતાને એક મુઠી ઉંચેરા સમજતાં હતાં. બિલકુલ આ જ રીતે ભાજપના ધારાસભ્યો હાલ લોકસભાની ર૬માંથી ર૬ બેઠક પાંચ પાંચ લાખ મતની જંગી સરસાઇથી જીતવાના યશોગાન ગાય છે. ચોમેર જયશ્રી રામના નારા લગાવી રહયા છે. પરંતુ સૌરાષ્ટ્રની પ્રજાને રામ આવી ગયા બાદ રામ રાજય મળ્યુ છે.? એક પ્રશ્ન ચાર ચાર વરસ સુધી લટકયા કેમ કરે ? ઇન્ટરનેશનલ એરપોર્ટ બને પણ ફલાઇટ લોકલ ઉડે. જુનું એરપોર્ટ બંધ થાય પણ વી.આઇ.પી માટે ચાલુ રહે. તેથી શહેરના ફનલ સહિતના વિકાસના પ્રશ્નો અટવાયા કરે. ગરીબોની વડાપ્રધાનના નામ સાથેની આવાસ યોજના તૈયાર થઇ જાય. તેનો કબજો ઉદઘાટનનું મુહુર્ત ન નીકળે એ કારણે ગરીબોને ન સોંપાય. આમાંથી કેટલાક આવાસો તો હજુ વસવાટ પહેલાં જ બિસ્માર થવા માંડે. એઇમ્સ હોસ્પિટલ તૈયાર થઇ જાય. તેને જોડતાં રસ્તાઓ વરસો સુધી અધુરા રહે. માધાપર બ્રિજ તૈયાર થઇ જાય. તેની એક બાજુના સર્વીસ રોડની જમીન હજુ પણ સંપાદિત ન થાય. લોકો લંગડા રસ્તા ઉપર રોંગ સાઇડ બાજુ ફરજિયાત ચાલે. મનપામાં આસપાસના ગામડાઓ ભળી જાય. મનપા આ ગામડાના લોકો પાસેથી વેરા વસુલવા માંડે. પણ પાણીની લાઇનો ન આપે. બગીચાઓ વેરાન હોય. નિશાળો ગમાણ જેવી હોય. રસ્તાઓ ખાડા ખબડાવાળા હોય. આ બધી સમશ્યા હોય. છતાં રામ રાજય અને પ્રજા સુખીની વાતો થાય. કદાચ સૌરાષ્ટ્રની પ્રજાની મશ્કરી થતી હોય એવુ લાગે. લોકો મૌન છે. સતા વધુ સશકત છે. પરંતુ પ્રજાની લાઠી મુંગી હોય છે. સતાના માધ્યમથી લોકોની સેવા કરવાની તક મળી છે ત્યારે ચુંટાયેલા ધારાસભ્યો,કોર્પોરેટરોને મળેલી તક ચુકી જશે તો ફરી  તક મળે ન પણ મળે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
આંતરરાષ્ટ્રીય

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

Editor By Editor 5 days ago
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?