ક્રાઈસ્ટ કોલેજ રાજકોટ છેલ્લા 25 વર્ષથી અવિરત રીતે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર ભરના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ને લગતા ઉચ્ચ કાર્યો કરવામાં સતત આગળ રહી છે. સાયન્સ સ્ટ્રીમને પ્રોત્સાહન આપવા માટે ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસ છેલ્લા અમુક વર્ષથી સાયન્સ એક્સ્પો કરી રહી છે. છેલ્લા બે વર્ષથી ક્રાઇસ કોલેજ ખાતે અતિ ભવ્ય અને વિશાળ સાયન્સ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા વર્ષે ક્રાઈસ્ટ કોલેજ દ્વારા અતિ ભવ્ય સાયન્સ એક્સપો પાર્ટ વન ની સફળતા બાદ વિવિધ સ્કૂલ અને કોલેજ ની રજુઆત બાદ ગઈકાલે તારીખ 15 જાન્યુઆરીના રોજ ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ દ્વારા રાજ્ય ના સૌથી વિશાળ સાયન્સ એક્સ્પો ૨.૦ નુ અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન સવારે 9:00 વાગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડો. તુષાર સુમેરા દ્વારા કરવામાં આવ્યું હતું. ડો. તુષાર સુમેરા એ તેમના વ્યક્તત્વ મા જણાવ્યું હતું કે આ સાયન્સ એક્સપો વિદ્યાર્થીને સાયન્સ પ્રત્યે ખૂબ જ પ્રોત્સાહન કરનાર છે. તેઓએ આ આયોજનને ખૂબ જ બિરદાવ્યું હતું અને વિદ્યાર્થીઓના સાયન્સના
પ્રોજેક્ટસ ને શાંતિથી નિહાળ્યા હતા. તેમજ તેમની સાથે વાતચીત કરી તેમનું પ્રોત્સાહન અને ઉત્સાહ વધાર્યો હતો. તેઓ એ આ એક્સપો ની ખુબજ પ્રશંશા કરી હતી અને આયોજન ને બિરદાવ્યું હતું. ક્રાઇસ્ટ કોલજ ના ડાયરેક્ટર દ્વારા શ્રી ડો તુષાર સુમેરા નુ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ ના પૂર્વ વાઇસ ચેન્સિલર શ્રી અનામિક શાહ પણ હાજર રહ્યા હતા જેમણે ક્રાઇસ્ટ કોલેજ દ્વારા આ આયોજન ને શ્રેષ્ઠ આયોજન કહ્યું હતું અને વિદ્યાર્થીઓ ના પ્રોજેક્ટ નિહાળી તેમની સાથે સાયન્સ ની ચર્ચા, વિધાર્થીઓ ને સાયન્સ ફિલ્ડ મા મેહનત કરી ભવિષ્ય મા આગળ વધવા જણાવ્યું હતું.
આ સાયન્સ એક્સ્પોમાં રાજકોટ ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી પણ હાજર રહ્યા હતા જેમને પણ આ બધા પ્રોજેક્ટ નિહાળીને વિદ્યાર્થી મિત્રો સાથે વાતચીત કરીને સાયન્સમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાયન્સ એક્સ્પોમાં સૌરાષ્ટ્રભરની 30 થી વધારે જેટલી શાળાઓના 1500 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 180 થી વધારે સાયન્ટિફિક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ મેગા એક્કો ના અંતમાં શાળાઓ તેમજ કોલેજો માંથી સૌથી શ્રેષ્ઠ પ્રોજેક્ટ રજૂ કરનાર વિદ્યાર્થીઓને રીજનલ સાયન્સ સેન્ટર ના ડાયરેક્ટર શ્રી સુમિત વ્યાસ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. તેમજ ભાગ લેનાર તમામ શાળાઓ તથા કોલેજને પણ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું
ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસ ના ડાયરેક્ટર ફાધર જોમોન થોમનના એ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિથી સાયન્સ સ્ટ્રીમમાં વધારે એડમિશન થશે. તેમને વિદ્યાર્થીઓને સાયન્સ પ્રત્યે ભાવના કેળવવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. તેમને કીધું હતું કે તમે હર એક વસ્તુને સાયન્ટિફિક નજરથી જોવાની ટેવ કેળવો. આ ઉપરાંત તેઓએ વિદ્યાર્થીઓને દુનિયાના શ્રેષ્ઠ સાયન્ટિસ્ટ જેમ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, આલબર્ટ આઇન્સ્ટાઇન વિશે પણ ઘણી વાતો કરી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ ભારત માટે ભવિષ્યના સાયન્ટીસ્ટ બની શકે છે અને ભારતનું નામ પુરા વિશ્વમાં ચમકાવી શકે છે. વિવિધ કોલેજ અને શાળામાંથી આવેલા વિદ્યાર્થી મિત્રો તેમજ તેમની સાથે તેમના ટીચર છે પણ આ એક્સ્પોના ખૂબ જ વખાણ કર્યા હતા અને તમામ ફેસિલિટી અને સુવિધા ને બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ સાયન્સ એક્સપો ૩. ૦ ની અત્યારથી જ રાહ જોઈ રહ્યા છે.