- ધોળકિયા,ન્યુએરા સહિતની શાળાઓ નિયમોનું કરતી હતી ઉલ્લંઘન
- નાની મોટી 47 સ્કુકોને સીલ મારી દેવામાં આવી
- વોર્ડ વાઇઝ 18 ટીમો કરી રહી છે ચેકીંગ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનિટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ કે જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિસિપલ તંત્ર દોડતુ થયુ છે. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દોડતુ થયુ છે. 3 દિવસમાં ફાયર NOC વગરની 47 સ્કૂલ સીલ કરી દેવામાં આવી છે. ધોળકિયા,ન્યુએરા સહિતની શાળાઓ નિયમોનું કરતી હતી ઉલ્લંઘન. નાની મોટી 47 સ્કૂલોને સીલ મારી દેવામાં આવી છે. હજુ પણ સઘન ચેકીંગ ચાલુ જ છે. વોર્ડ વાઇઝ 18 ટીમો કરી રહી છે ચેકીંગ.
તંત્ર આળસ મરડીને આખરે ઉભુ થયુ છે
રાજકોટ મનપાએ 4 દિવસમા ફાયર NOC, BU સર્ટીફીકેટ વિનાના 160 એકમો સીલ કર્યા છે. આ પહેલા પણ ફાયર NOC, BU સર્ટીફીકેટ વિનાના જે પણ એકમો ધમધમતા હતા તે તમામને સીલ કરી દેવામાં આવ્યા છે. તંત્ર આળસ મરડીને આખરે ઉભુ થયુ છે. સતત કોર્પોરેશન હવે કામે વળગ્યુ છે.
વડોદરામાં પણ કોર્પોરેશનની 14 ટીમો જોતરાઈ છે તપાસમાં
શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર ડિપાર્ટમેન્ટની 6 ટીમો દ્વારા હોસ્પિટલો, ગેસ ગોડાઉન, ટ્યુશન ક્લાસીસ, શો રૂમ જે પૈકી કુલ 22 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 15 એકમોને બી-10 અંતર્ગત નોટીસ આપવામાં હતી. જ્યારે કુલ 4 એકમો જેવા કે ગેસ બોટલના ગોડાઉનને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.ફાયર એનઓસી સહિતના વિવિધ ઉપકરણોની તપાસમાં ક્ષતિ જણાતા હાથ ધરી કાર્યવાહી. ફાયર બ્રિગેડની 6 ટીમો એ 22 સ્થળે તપાસ કરી 15 એકમોને આપી નોટીસ. દિવ્યા અને ગુરુકૃપા ગેસ એજન્સી મળી કુલ 4 ગેસ એજન્સીને કરાઇ સીલ.


