- ગેમઝોનની ફરિયાદ બાદ આરોપી થયો હતો ફરાર
- આજે પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસે સત્તાવાર ધરપકડ કરી
- અશોકસિંહ જાડેજા TRP ગેમઝોનની જમીનનો માલિક
રાજકોટના ચકચારી TRP ગેમઝોનને લઈને આજે મોડી સાંજે મોટું અપડેટ સામે આવ્યું છે. TRP ગેમઝોન જે શખ્સની જમીન પર ઊભો કરવામાં આવ્યો હતો તેના માલિકની આજે ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડનો આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારબાદ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.
અશોકસિંહ જાડેજા જમીનનો માલિક છે અને ગેમઝોનની ફરિયાદ બાદ ફરાર થઈ ગયો હતો. આજે અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસે સત્તાવાર ધરપકડ કરી છે.
અગ્નિકાંડને લઈને SITની તપાસ તેજ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટમાં SITની તપાસ તેજ કરી દેવામાં આવી છે. SIT દ્વારા હવે રાજકોટ મહાનગરપાલિકાના TP વિભાગના તમામ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે RMCના TP વિભાગના કર્મચારીઓને સંબધિત ફાઈલ સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળી રહ્યું છે કે, SIT દ્વારા TRP ગેમઝોન સંબંધિત કાગળો અને ફાઈલોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. TPO સાગઠિયાએ મિનિટ્સ નોટ બોગસ બનાવી તેમ અન્ય કોઈ દસ્તાવેજ ખોટી રીતે ઉભા નથી કરાયા ને? તેના પર ખાસ નજર રાખવામાં આવશે.
તો આ અગાઉ, SITએ અગાઉ પોલીસ, PGVCL, માર્ગ મકાન, RMC, ફાયર સહિત જુદા – જુદા વિભાગના 90 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. સમગ્ર તપાસમાં દસ્તાવેજી પુરાવા જ મહત્વના સાબિત થવાના હોવાથી એક એક કાગળને એકથી વધુ વખત વેરીફાઈ કરવામાં આવશે.


