- કેટલાક લોકો વાતાવરણ ડહોળવા પ્રયાસ કરે છેઃ રૂપાલા
- સભામાં શાયરી કહી રૂપાલાએ જીતનો દાવો કર્યો
- “ફાનુસ બન કે જીસ કી હિફાઝત હવે કરે, વો શમા ક્યા બુજે’
ક્ષત્રિય સમાજના વિરોધ બાદ રૂપાલાનો આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. જેના સાથે જ પહેલી વખત રૂપાલાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. કેટલાક લોકો વાતાવરણ ડહોળવા પ્રયાસ કરે છે. આ દરમિયાન કાર્યકર્તાઓ શાંતિ જાળવી રાખે. તેવી અપીલ કરી છે.
છેલ્લા થોડા સમયથી રૂપાલના ક્ષત્રિય સમાજના નિવેદન મુદ્દે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. ત્યાં આ વચ્ચે પરશોત્તમ રૂપાલા રાજકોટમાં અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા અને સભાને સંબોધન કરતાં કહ્યું કે, તમને વિનંતી છે કે સંયમ રાખીને કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે.
આ સાથે જ હળવા અંદાજમાં સભામાં શાયરી કહી રૂપાલાએ જીતનો દાવો કર્યો અને કહ્યું કે, ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન ખુદા કરે. જેના સાથે જ લોકોના દિલ જીતી લીધા છે. રાજકોટની સભામાં તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમને આડકતરી રીતે કેટલાક ઇશારા કર્યા હતા.
જ્યારે કાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું કે, કે, આ વિશાળ જનમેદના સમક્ષ હું એક કાર્યકર્તા તરીકે આપના સુખ દુખના સાથી તરીકે આવ્યો છું. પાર્ટી દ્વારા અપાયેલ કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે લઈને આવ્યો છું. આ સાથે જ રૂપાલાએ પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


