ગાંજાના નાના મોટા 64 છોડનું ખેતરમાં વાવેતર ખેડૂતે કર્યુ હતુ અને ખેતર માલિક નાથા સિંધવની શોધખોળ શરૂ કરી છે, યુવાનો સુધી ગાંજો પહોંચે તે પહેલા જ પોલીસે રેડ કરી ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે અને ગાંજાના નાના મોટા 64 છોડ તેમજ 60.290 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે, વાડી માલિક નાથા સિંધવની પોલીસે શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને કામગીરી કરાઈ
જસદણ અને વિંછીયા બાદ રાજકોટમાં પણ ગાંજાનું વાવેતર ઝડપાયું છે. શહેરની ભાગોળે આવેલા અણીયારા ગામની સીમમાં તુવેરની વચ્ચે ગાંજાનું વાવેતર થયું હોવાની બાતમી આધારે આજીડેમ પોલીસે દરોડો પાડી ૨૨૩ કિલો સૂકો અને ભીના ગાંજાના છોડવા કિ.રૂ.૧.૧૧ કરોડના મુદામાલ સાથે ભાગીયાની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા ઈસમો પર ખાસ વોચ રાખવાની સુચના અન્વયે આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
આ ઝડપાયેલ ભાગીયો છેલ્લા દોઢ વર્ષથી વાવેતર કરતો હતો ગાંજાનું
ત્યારે હેડ કોન્સટેબલ દેવા ધરાજીયા, સંજય બારોટને ખાનગી રાહે બાતમી મળી કે અણીયાણા ગામની સીમમાં તુવેરના પાક વચ્ચે ભાગીયાએ લીલા અને સૂકા ગાંજાનું વાવેતર કર્યુ છે. જે બાતમી આધારે પોલીસે દરોડો પાડતા ભાગીયા તરીકે કામ કરતા શખસને પોતાનું નામઠામ પૂછતા પોતે મૂળ હાલકણા ગામે રહેતો હના થવા ગાબુ ઉ.૪૮ હોવાનું જણાવેલ જે બાદ પોલીસે ખેતરમાં જઈ તપાસ કરતા ગાંજાના છોડવાઓ મળી આવતા જેનું વજન કરતા ૨૨૩ કિલો કિ.રૂ.૧.૧૧ કરોડ હોવાનું સામે આવતા પોલીસે તમામ મુદામાલ સાથે ભાગીયાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વાડી નાથાભાઈ ભીમાભાઈ સિંધવની માલિકીની છે. આ ઝડપાયેલ ભાગીયો છેલ્લા દોઢ વર્ષથી વાવેતર કરતો હતો. પરંતુ વાડી માલિક અજાણ હોવાનું સામે આવ્યું આવતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.


