અમદાવાદમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે તેના પગમાં ગોળી મારી હતી. હવે આવી જ ઘટના રાજકોટમાં સામે આવી છે. આટકોટમાં સાત વર્ષની બાળકી સાથે ક્રુરતા કરનારને લઈને પોલીસ પંચનામુ કરવા પહોંચી હતી. આ દરમિયાન આરોપી પોલીસ પર હુમલો કરી ફરાર થવા જતો હતો. ત્યાં પોલીસે તેની પર ફાયરિંગ કર્યું હતું.
પોલીસે ભાગવા ગયેલા આરોપી રામસિંગ પર ફાયરિંગ કર્યું
રાજકોટમાં નાની બાળકી પર દુષ્કર્મ ગુજારનારે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ ગ્રામ્યમાં પોલીસે દુષ્કર્મી પર ફાયરિંગ કર્યુ હતું. પંચનામા બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પંચનામું સહિતની કામગીરી માટે પોલીસ પહોંચી હતી.પરત ફરતા સમયે આરોપીએ હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. પોલીસે ભાગવા ગયેલા આરોપી રામસિંગ પર ફાયરિંગ કર્યું હતું. હેડ કોન્સ્ટેબલ અને આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતાં.
આગામી દિવસોમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરાશે
આ ઘટના અંગે એસપી વિજય ગુર્જરે કહ્યું હતું કે, આરોપીએ શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકીના ગુપ્તાંગમાં સળીયો ઘુસાડીને ઈજા પહોંચાડી છે. તે બાળકીને ચોકલેટની લાલચ આપીને પાણીની ટાંકી પાસે લઈ ગયો હતો. આરોપી સામસિંગ મધ્યપ્રદેશના અલિરાજપુરનો રહેવાસી છે. તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ બાળકી બે દિવસ સુધી ગુમસુમ રહેતી હતી.આ ઘટનામાં પોલીસે 140 જેટલા લોકોની પુછપરછ કરી હતી.દીકરીની તબિયત હાલમાં સ્થિર છે. તપાસ માટે પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી હતી.આગામી દિવસોમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરાશે. આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો છે. દુષ્કર્મ બાદ નરાધમ બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ Deesa: ખેટવા નજીક ઓવરબ્રિજ પર ટ્રકે ટેમ્પોને અડફેટે લેતા બેના મોત


