વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 7 દિવસનો રામોતસવ મનાવાશે
અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ પ્રથમ વાર રામ નવમી આવી રહી છે અને સાથોસાથ લોકસભાની ચુંટણી પૂર્વે રાજકોટ રામનામના રંગે રંગાઈ જશે અને સાત દિવસ સુધી રામોત્વસવનો ભવ્ય કાર્યક્રમ ઉજવવામા આવશે જેમાં બે શોભાયાત્રા અને એક પાલખી યાત્રા પણ નિકળશે આ માટે આર.એસ.એસ.ની ભગીની સંસ્થાવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે તેમ વિશ્વ હિન્દુ પરિષદના સુત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદના સુત્રોના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ પ્રથમ વખત રામ નવમી આવી રહી હોય રાજકોટમાં સાત દિવસનો ભવ્ય રામોત્વસવનો કાર્યકમ ઉજવવામાં આવશે જેમાં શહેરના બે અલગ અલગ ભાગોમાંથી બે શોભાયાત્રા અને એક પાલખી યાત્રા પણ નિકળશે જેમાં 50 થી વધુ નાના મોટા વાહનો પણ જોડાશે જેમાં પાલખી યાત્રા કિશાન પરા ચોક ખાતેથી કાઢવામાં આવશે તેમજ એક પંડાલ પણ ઉભો કરવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના સુત્રોના જણાવ્યા પ્રમાણે તા.17-4 ના રોજ રામનવમી હોય રાજકોટના દરેક મંદિરોમાં સાત દિવસ સુધી મહા આરતી અને સત્સંગ ના કાર્યકમો યોજવામાં આવશે આમ લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ શહેર રામનામના રંગે રંગાઈ જશે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા કાર્યકમ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ધરે ધરે પત્રીકા વિતરણ કરાશે
રાજકોટમાં રામોત્વસવનો ભવ્ય કાર્યક્રમ ઉજવવા માટે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવતી કામગીરી અને આરાધ્ય દેવ ભગવાન રામની સંપુર્ણ વિગત આપતી પત્રિકાનું ધરે ધરે વિતરણ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં 100 થી વધુ શોભાયાત્રા નિકળશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાત દિવસનો ભવ્ય રામોત્વસવનો કાર્યકમ ઉજવવામાં આવનાર છે જેમાં રાજકોટ શહેરની બે શોભાયાત્રા મળીને સૌરાષ્ટ્રમાં કુલ 100 થી વધુ નાની મોટી શોભાયાત્રા કાઢવામાં આવશે.
મંદિરમાં મહા આરતીના કાર્યક્રમ ઉજવાશે
રાજકોટ શહેરના દરેક મંદિરોમાં સાત દિવસ સુધી રામોત્વસવનો કાર્યકમ ઉજવવામાં આવશે જેમાં મહા આરતી અને સત્સંગ સહીતના કાર્યક્રમો યોજાશે.
શહેરમાં બે શોભાયાત્રા નિકળશે
રાજકોટમાં સાત દિવસનો રામોત્વસવ ઉજવવામાં આવશે જેમાં બે શોભાયાત્રા નીકળનાર છે જેમાં એક શોભાયાત્રા 150 ફુટ રીંગ રોડ પર આવેલ નાણાવટી ચોકથી નીકળશે જે ગોંડલ રોડ ઉપર આવેલ રામજી મંદિર ખાતે પૂર્ણ થશે જયારે બીજી શોભાયાત્રા પંચનાથ મંદિર ખાતે નીકળે તે માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે.
વિ.હિ.પ.ની આજે રાત્રે બેઠક મળશે
રામોતસવ ઉજવવા માટે રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદની આજે રાત્રે 9.30 કલાકે એક બેઠક મળનાર છે જેમાં રામોત્વસવના કાર્યક્રમ સફળ બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે.


