રાજુલા તાલુકાના કુંભારીયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વજેરીવાળા હનુમાનજી મંદિરના જીણોદ્વારના લાભાર્થે શ્રીરામચરિત માનસ કથાનું તા. ૬-૪-૨૦૨૪ થી ૧૪-૪-૨૦૨૪ સુધી આયોજન કરાયું છે. આ કથાનું રસપાન વકતા રવિરામબાપુ હરીયાણી(રાભડા) વાળા દ્વારા સંગીતમય શૈલીમાં કરાવશે અને કથાનો સમય સવારે નવ થી બાર વાગ્યા સુધી તેમજ બપોરે ત્રણ થી છ વાગ્યા સુધી રહેશે. આ કથામાં મોરારીબાપુ, રમેશભાઇ ઓઝા, લાલજી મહારાજ (વડતાલ), શાસ્ત્રી યજ્ઞેશભાઇ ઓઝા, નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધાર), વૃંદાવન બાગ આશ્રમ મહંત રાજેન્દ્રદાસબાપુ, સુખદેવદાસબાપુ (દાણીધાર), બિજલ ભગત (રણુજા), મહેશદાસબાપુ (પીપાવાવ) , તેમજ સંતો-મહંતો, રાજકીય સામાજીક આગેવાનો, લોક સાહિત્યકાર માયાભાઇ આહીર તેમજ શૈલેષભાઇ વાઘેલા અન્ય સાથી કલાકારો ઉપસ્થિત રહેશે. કથાનું ટેલિવિઝન ચેનલ તથા રવિરામબાપુ ઓફીશિયલ યુટુબ ચેનલ પર પ્રસારણ કરવામાં આવશે.


