અમરેલી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃતિ પૂરજોશમાં ચાલી રહી છે. અને નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે તેવી અપીલ કરવામા આવી હતી. ત્યારે આ લોકસાહીના પર્વમાં વધુ મતદાન થાય તે માટે રાજુલા શહેરમાં આવેલ શ્રીમતિ એચ.બી.સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા લોકસભાના ચૂંટણીને અનુલક્ષીને લોકો વધુમા વધુ મતદાન કરે તેવી અપીલ સાથે કોલેજની એન.એસ.એસની વિધાર્થીની બહેનોએ જાગૃત્તિ માટે રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. આ તકે પ્રિન્સીપાલ ડો. રીટાબેન રાવળ, સેક્રેટરી બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઇ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો.જીગ્નેશભાઇ વાજાએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર જાગૃતીબેન તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું…..


