- રામ મંદિરના નિર્માણ પછી પ્રથમ રામ નવમીનો અનેરો ઉત્સાહ
- અમદાવાદમાં 7 કિમિ લાંબી શોભાયાત્રા યોજાશે
- શોભાયાત્રામાં નૃત્યમંડળીઓ અને ભજન મંડળીઓ પણ જોડાશે
આજે દેશભરમાં રામ નવમીની ઉજવણી થઇ રહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં 100 સ્થળે શોભાયાત્રા યોજાશે. રામ મંદિરના નિર્માણ પછી પ્રથમ રામ નવમીનો આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 7 કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજાશે. તેમાં શોભાયાત્રામાં નૃત્યમંડળીઓ અને ભજન મંડળીઓ પણ જોડાશે.
રામ નવમીને લઈને શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી ગાઈડલાઈન જાહેર કરાઈ
રામ નવમીને લઈને શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર, નવરાત્રીના અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ચાર દિવસો માટે વીઆઇપી એન્ટ્રી પર રોક લગાવાઈ છે. આગામી 15 થી 18 એપ્રિલ સુધી કોઈ પણ પ્રકારના વીઆઇપી દર્શન પર સમગ્ર રીતે પ્રતિબંધ લગાવાયો છે. મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે. આ સિવાય શ્રદ્ધાળુઓને રામ નવમી પર કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે.
રામ નવમી પર સામાન્ય અને ખાસ શ્રદ્ધાળુઓને દર્શન માટે એક જેવી વ્યવસ્થા
અયોધ્યામાં રામ મંદિરની અવસર પર વીઆઈપી દર્શન કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. ટ્રસ્ટ તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર, શ્રદ્ધાળુ 15 એપ્રિલથી 18 એપ્રિલ સુધી ન તો સરળ દર્શન કરશે અને ન તો આરતી માટે વીઆઇપી પાસની સુવિધા રહેશે. એટલે કે રામ નવમી પર સામાન્ય અને ખાસ શ્રદ્ધાળુઓને દર્શન માટે એક જેવી વ્યવસ્થા રખાઈ છે. પ્રભુ શ્રીરામલલ્લા આ ચાર દિવસોમાં તમામ શ્રદ્ધાળુઓ એક જેવા દર્શન આપશે.


