- મુંબઇની RBIને મળી ધમકી
- ઑફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
- મુંબઇ પોલીસે આપી આ માહિતી
મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
પોલીસ તપાસ શરૂ
RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ તમામ સ્થળોની શોધખોળ કરી હતી, પરંતુ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
મુંબઇ પોલીસે આપી માહિતી
મહત્વનું છે કે મુંબઇ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે RBIને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકમાં બોમ્બ મુકવામાં આવશે અને RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગણી કરવામાં આવી છે. મુંબઈમાં 11 સ્થળોએ કુલ 11 બોમ્બની ધમકી આપવામાં આવી હતી, પોલીસે આ તમામ સ્થળોએ જઈને તપાસ કરી હતી પરંતુ કંઈ મળ્યું નથી. આ મામલે હાલ કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.


