ખલીલ અહેમદ IPL 2025માં સૌથી મોંઘો ઓવર ફેંકનાર બોલર બન્યો છે. તેને RCB સામેની મેચમાં એક જ ઓવરમાં 33 રન આપ્યા હતા. આ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં ત્રીજો સૌથી મોંઘો ઓવર પણ છે.
ખલીલ અહેમદની ઓવરમાં, RCBના રોમારિયો શેફર્ડે 4 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને કુલ 33 રન બનાવ્યા. આ મોંઘી ઓવરને કારણે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ CSK સામેની મેચમાં 213 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી.
ખલીલ અહેમદ CSK તરફથી ઈનિંગની 19મી ઓવર ફેંકવા આવ્યો. સામે રોમારિયો શેફર્ડ હતો, જેને પહેલા 4 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા ફટકારીને 22 રન બનાવ્યા. જ્યારે પાંચમા બોલનો વારો આવ્યો, ત્યારે તે નો-બોલ બન્યો અને શેફર્ડે તેના પર પણ જોરદાર સિક્સર ફટકારી. ઓવરના છેલ્લા બોલ પર ફોર ફટકારીને, RCB ના આ ધમાકેદાર બેટ્સમેને ઓવરમાં કુલ 33 રન બનાવ્યા. ખલીલ અહેમદ પહેલા પરવિંદર અવાનાએ પણ IPLમાં એક ઓવરમાં 33 રન આપ્યા છે. IPLમાં સૌથી મોંઘો ઓવર ફેંકનાર બોલર પી પરમેશ્વરન છે, જેને કોચી ટસ્કર્સ કેરળ તરફથી રમતી વખતે RCB સામેની મેચમાં 37 રન આપ્યા હતા.
CSK માટે સૌથી મોંઘી ઓવર
ખલીલ અહેમદ હવે IPLના ઈતિહાસમાં CSK તરફથી રમતી વખતે સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બની ગયો છે. તેમના પહેલા આ શરમજનક રેકોર્ડ લુંગી એનગિડીના નામે હતો, જેને 2020 માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતી વખતે એક જ ઓવરમાં 30 રન આપ્યા હતા. સેમ કરનએ 2021 માં KKR સામેની મેચમાં પણ 30 રન આપ્યા હતા.
આરસીબીના બેટસમેને મચાવી ધૂમ
આરસીબીએ 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા અને 200 રનનો સ્કોર તેમની પહોંચની બહાર જણાતો હતો. આ દરમિયાન, RCBના બેટ્સમેનોએ છેલ્લી 2 ઓવરમાં 54 રન બનાવ્યા. ખલીલ અહેમદે ફેંકેલી 19મી ઓવરમાં 33 રન મળ્યા, જ્યારે છેલ્લી ઓવરમાં 21 રન મળ્યા.


