રાજીવ ટોપનો સ્ટેટ ટેકસના ચીફ કમિશનર, પંકજ જોશી CMOમાં ACS, દાસને ગૃહનો વધારાનો હવાલો
રાજયમાં ૧૮ આઇએએસ અને ૮ આઇપીએસની બદલી તથા નવી જગ્યાએ નિયુકિત કરવામાં આવી છે. નવી નિયુકિતમાં આઇએએસ આઇએએસ રાજીવ ટોપનો, પંકજ જોશી, એમ.કે.દાસ વગેરેનો દબદબો રહેશે. જેમાં મહત્વની બદલી મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસની છે કે જેમને ફરીથી મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. તેમને રાજયના ગૃહ વિભાગનો પણ વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
જયારે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં બે અધિક મુખ્ય સચિવ ફરજ બજાવશે. ડેપ્યુટેશન પરથી પાછા આવેલા ડો.જયંતિ રવિને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પદે નિયુકિત આપવામાં આવી છે. તેઓ ચાર્જ લે ત્યાં સુધી પી. સ્વરૂપ આ જગ્યાનો હવાલો સંભાળશે. એવી જ રીતે નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ પદે મૂકવામાં આવ્યા છે.
જયારથી ડેપ્યુટેશન પરથી પાછા ફરેલા બીજા અધિકારી રાજીવ ટોપનોને સ્ટેટ ટેકસ વિભાગમાં ચીફ કમિશનર પદે નિમણુંક આપવામાં આવી છે. પરંતુ તેઓ નટરાજન આવે નહીં ત્યાં સુધી નાણા વિભાગના અગ્રસચિવનો વધારાનો ચાર્જ સંભાળશે. મમતા વર્માની પણ ખાણ અને ઉદ્યોગ તેમજ એસ.જે.હૈદરને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં અધિક મુખ્ય સચિવ પદે નિમણુંક આપવામાં આવી છે. રાજયના વહિવટી તંત્રમાં સાઇડ પોસ્ટીંગ કરાયેલા સુનયના તોમરને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે એટલું જ નહીં તેઓ સામાજિક ન્યાયનો વધારાનો હવાલો પણ સંભાળશે. એક મહત્વના આદેશમાં છ વર્ષ જેટલો સમય થઇ ગયો હોવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવ ડો.વિનોદ રાવને બદલીને શ્રમ અને રોજગાર વિભાગમાં મુકવામાં આવ્યા છે. જીએડી (પ્લાનિંગ)ના સચિવ રાકેશ શંકરને ખસેડીને મહિલા અને બાળ વિકાસ કમિશનર અને વિભાગના સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. તેઓ જીએડી (પ્લાનિંગ)નો વધારાનો હવાલો સંભાળશે. કે.કે.નિરાલા મહિલા અને બાળ વિકાસમાં કમિશનર અને સચિવ હતા તેમને નાણા વિભાગ (ખર્ચ)ના સચિવ તરીકે નિમણુંક આપવામાં આવી છે. એ.એમ.શર્માને ગર્વનરના અગ્રસચિવ બનાવાયા છે.
રાજયનાં સનદી અધિકારીઓની બદલી
અધિકારીનું નામ હાલની જગ્યા બદલીની જગ્યા
સૂનયના તોમર ACS, સામાજિક ન્યાય ACS ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
પંકજ જોશી ACS, મુખ્યમંત્રી કાર્યાલય પોર્ટ ટ્રાન્સપોર્ટનો વધારાનો ચાર્જ
એમ.કે.દાસ ACS, મહેસુલ વિભાગ ACS, મુખ્યમંત્રી કાર્યાલય, (ગૃહનો વધારાનો ચાર્જ)
જયંતિ રવિ સ્ટેટ કેડરમાં પરત ACS, મહેસુલ વિભાગ
ડો.અંજુ શર્મા ACS, શ્રમ-રોજગાર ACS, કૃષિ અને ખેડૂત કલ્યાણ
એસ.જે.હૈદર ACS, ઉદ્યોગ અને ખાણ વિભાગ ACS, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
જે.પી.ગુપ્તા ACS નાણા વિભાગ ACS આદિજાતિ વિકાસ વિભાગ
ડો.ટી.નટરાજન સ્ટેટ કેડરમાં પરત અગ્ર સચિવ, નાણા વિભાગ
મમતા વર્મા પીએસ ઉર્જા-પેટ્રોકેમિકલ્સ પીએસ ઉદ્યોગ અને ખાણ વિભાગ
મુકેશ કુમાર પીએસ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પીએસ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ
રાજીવ ટોપનો કેન્દ્રમાંથી પરત ચીફ કમિશનર, સ્ટેટ ટેકસ વિભાગ
એસ.મુરલી ક્રિષ્ના પીએસ, આદિજાતિ વિકાસ ઓએસડી, સ્ટેટ ઇલેકશન કમિશન
ડો.વિનોદ રાવ સચિવ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સચિવ, શ્રમ અને રોજગાર
અનુપમ આનંદ લેબર કમિશનર ટ્રાન્સપોર્ટ કમિશનર
રાજેશ માંજ પીએસ, રાજયપાલ રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર
રાકેશ શંકર જીએડી, પ્લાનિંગ મહિલા-બાળ કલ્યાણ કમિશનર
કે.કે.નિરાલા કમિશનર મહિલા-બાળ કલ્યાણ વિભાગ નાણા વિભાગ (ખર્ચ)
એ.એમ.શર્મા વીસી-એમડી, એસટી નિગમ પીએસ, ગવર્નર ઓફ ગુજરાત