- રાજકોટ જિ.પં. વિપક્ષના પૂર્વ નેતા ભાજપમાં જોડાયા
- પોતાના સમર્થકો સાથે અર્જૂન ખાટરિયા ભાજપમાં જોડાયા
- ઉપલેટા તા.પંના કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. જેમાં રાજકોટ જિ.પં. વિપક્ષના પૂર્વ નેતા ભાજપમાં જોડાયા છે. પોતાના સમર્થકો સાથે અર્જૂન ખાટરિયા ભાજપમાં જોડાયા છે. તેમાં અર્જુન ખાટરીયા સાથે જિ.પં.ના 3 સભ્યો પણ જોડાયા છે.
ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા ભાજપમાં
ઉલ્લેખનીય છે કે ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા ભાજપમાં જોડાયા છે. સાથે જ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. CM, સી.આર પાટીલની હાજરીમાં ખેસ ધારણ કર્યો છે. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થઇ છે. ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા, અર્જુન ખાટરીયા, શારદા ધડૂક ભાજપમાં જોડાયા છે.
દર વર્ષે કોઇ વચેટિયા વગર ખેડૂતોને રૂ.6000 મળે છે: સી.આર પાટીલ
જસદણ, કોટડાસાંગાણી, ગોંડલ તા.પંના સભ્યો ભાજપમાં જોડાયા છે. ઉપલેટા તા.પંના કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા છે. તથા સહકારી મંડળીના 15 સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. તેમજ રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. ત્યારે સી.આર પાટીલે સંબોધન કરતા જણાવ્યું છે કે PM મોદીએ યુવાનો, બહેનો માટે સંકલ્પ કર્યો છે. PM મોદીએ ખેડૂતો માટે પણ સંકલ્પ કર્યો છે. તથા ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. ખેડૂતોની જમીનનું મફત પરીક્ષણ કરાયુ છે. ગુજરાતના ખેડૂતોની આવક વધી છે. ખેડૂતોને દર ત્રણ મહિને 2000 રૂપિયા અપાય છે. દર વર્ષે કોઇ વચેટિયા વગર ખેડૂતોને 6000 મળે છે.


