- ડૂબી જવાથી પાંચ વર્ષની બાળકીનું મોત થયુ
- માણાવદરના બાવાવાડી વિસ્તારમાં ઘટના બની
- બાળકીના મોત બાદ પરિવારમાં છવાયો માતમ
જુનાગઢમાં ભૂર્ગભ ટાંકામાં ડૂબી જતા બાળકીનું મોત થયુ છે. જેમાં ડૂબી જવાથી પાંચ વર્ષની બાળકીનું મોત થયુ છે. માણાવદરના બાવાવાડી વિસ્તારમાં ઘટના બની છે. બાળકીના મોત બાદ પરિવારમાં માતમ છવાયો છે. તથા પોલીસે મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
ભૂગર્ભ ટાંકા ધરાવનાર સામે લાલ બત્તી સમાન કિસ્સો
ભૂગર્ભ ટાંકા ધરાવનાર સામે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 5 વર્ષની બાળાનું ડૂબી જતા મોત થયુ છે. હોસ્પિટલમાં બાળાના મૃતદેહને લઈ જવાયો છે. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં પણ નાના બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક બાળક LED બલ્બ, બીજું બાળક ગવાર સીંગ ગળી જતાં સર્જરી કરાઈ હતી. સિવિલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ બે કિસ્સા સામે આવ્યા હતા. માથામાં ઈજા થઈ ત્યારે ફેફસામાં બલ્બ હોવાની ખબર પડી હતી. આ બંને કિસ્સામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.
એક બાળક ગવારની સીંગ ગળી ગયું હતું
શહેરમાં એક બાળક રમકડાનું એલઈડી બલ્બ જ્યારે બીજું એક બાળક ગવારની સીંગ ગળી ગયું હતું, જે શ્વાસ નળીમાં ફસાતાં બાળકો ગંભીર સ્થિતિમાં મુકાયા હતા અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. આ બંને કિસ્સામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી અને બાળકોને મુશ્કેલીમાંથી ઉગારવામાં આવ્યા હતા. તેમજ કુબેરનગરની એક વર્ષની બાળકી નિત્યાના જમણાં ફેફસામાંથી એલઈડી બલ્બ દૂર કરાયો હતો, અન્ય દસેક મહિનાના યુવરાજના જમણાં ફેફસામાંથી ગવાર સિંગના ટુકડો ફસાઈ જતાં ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી એને કાઢીને બાળકનો જીવ બચાવાયો હતો.
બાળકીના ફેફસાની અંદર બલ્બ ફસાયો
કુબેરનગરની બાળકીને માથામાં ઈજા થતાં સારવાર માટે સિવિલના ન્યૂરો સર્જરી વિભાગમાં દાખલ કરાઈ હતી, છાતીના ભાગનો એક્સરે કરાતાં જમણાં ફેફસામાં કંઈ બાહ્ય પદાર્થ ફસાયેલું હોવાનું માલૂમ પડયું હતું. તેના માતા પિતાને એ ખબર જ નહોતી કે, તેમની બાળકીના ફેફસાની અંદર બલ્બ ફસાયો છે. તબીબોના મતે એલઈડી બલ્બ એની શ્વાસનળીમાં થઈ અને જમણાં ફેફસાની શ્વાસનળીમાં ફસાયો હતો. સર્જરી કરી બલ્બ દૂર કરાયો હતો. બીજા કિસ્સામાં દસ મહિનાના બાળકને ચાર ઓક્ટોબરે રાતે પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં વીરમગામથી અમદાવાદ સિવિલના બાળરોગ સર્જરી વિભાગમાં લવાયો હતો. સિટી સ્કેનમાં ખબર પડી કે, જમણા ફેફસાંનો ભાગ ફૂલી ગયો છે. આથી બ્રોન્કોસ્કોપી કરાતાં, લીલા કલરની ફોરેન બોડી જે ગવાર સિંગનો ટુકડો હતો તે બહાર કઢાયું હતું.