- મુકેશ અંબાણીએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને દર્શન કર્યા
- દ્વારકાધીશના આશીર્વાદથી અનંત-રાધિકાનો પ્રસંગ સંપન્ન થયો
- જામનગરના દરેક રહેવાસીઓનો આભાર માનું છુઃ મુકેશ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. આજરોજ પવિત્ર યાત્રાધામ દ્વારકામાં રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી સાંજે દ્વારકાધીશના ઉત્થાન સમયે જગતમંદિરે પહોંચ્યાં હતાં. જ્યાં તેમને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને દર્શન કર્યાં હતાં.
દ્વારકાધીશને બાલાજી સ્વરૂપમાં છપ્પનભોગ મનોરથ
અહીં ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને મુકેશ અંબાણીએ દર્શન કર્યાં હતાં. જામનગર ખાતે અનંત અંબાણીના પ્રી-વેડીંગ સેરેમની અંતર્ગત હાલારના મોંઘા મહેમાન બનેલા મુકેશ અંબાણીએ ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતાં. આજરોજ અંબાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને બાલાજી સ્વરૂપમાં છપ્પનભોગ મનોરથ પણ યાજવામાં આવ્યો હતો.
આજે જામનગર વિશ્વફલક પર છવાઈ ગયું છે
વધુમાં ભગવાન દ્વારકાધીશના દર્શને આવેલા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, આજે ભગવાન દ્વારકાધીશનના આશીર્વાદથી અનંત અને રાધિકાના પ્રિ-વેડીંગ સેરેમની સારી રીતે સંપન્ન થઈ છે અને એ સાથે જ જામનગરના બધા જ લોકોનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે જામનગર વિશ્વફલક પર છવાઈ ગયું છે અને હજી પણ વધુ પ્રગતિ કરશે તેવી મને આશા છે.
અગાઉ પણ તેમના પુત્ર અનંત સાથે દર્શન કર્યા હતાં
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે બુધવારે દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણી અને અનંત અંબાણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકા દર્શન અર્થે પહોંચ્યા હતા. અંબાણી પિતા-પુત્રની જોડીને મંદિરના સભ્યો દ્વારા પરંપરાગત શાલ અર્પણ કરવામાં આવી હતી.
હાજર સાધુ-સંતોએ તેમને આર્શિવાદ આપ્યા હતા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અંનત અંબાણી પણ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. ત્યાં હાજર સાધુ-સંતોએ તેમને આર્શિવાદ આપ્યા હતા. મુકેશ અંબાણી અને અંનત અંબાણી દર્શન કરીને થોડા સમયમાં જ તેઓ પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુકેશ અંબાણીએ પવિત્ર બદ્રીનાથ ધામની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી છે. મુકેશ અંબાણીએ કે જેઓ બિઝનેસ જગતમાં તેમની અગ્રણી ભૂમિકા માટે જાણીતા છે.


