- વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે સતીશ નિશાળીયા
- દિનુ મામા ફરી બરોડા ડેરીના પ્રમુખ બની શકે છે
- થોડા સમય અગાઉ દિનુ મામાને ફરી ભાજપમાં જોડાયા હતા
વધુ એક સહકારી ક્ષેત્રમાં વિવાદ ઊભો થઈ રહ્યો છે. જેમાં વડોદરાની બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ નિશાળીયા એ રાજીનામું આપતા જિલ્લા સહકારી ક્ષેત્રે ચકચાર મચી ગઇ હતી. જિલ્લા ભાજપા પ્રમુખની જવાબદારી હોવાના કારણે અને આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ પ્રમુખના વિઝનને પૂરું કરવા માટે રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. હવે બરોડા ડેરીના નવા પ્રમુખ કોણ બનશે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આજે અચાનાક જ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામુ આપનાર સતીષ નિશાળીયા જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-2023ના રોજ પ્રદેશ ભાજપા દ્વારા જિલ્લા ભાજપા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તે બાદ માર્ચ-2023માં અને જુલાઇ-2023માં પણ બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષ દ્વારા બરોડા ડેરીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
થોડા સમય અગાઉ દિનુ મામાને ફરી ભાજપમાં જોડાયા હતા ત્યારે બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ નિશાળીયા રાજીનામું આપી દેતા હવે બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ જી.બી. સોલંકી જવાબદારી નિભાવશે. છતાં, આવનાર દિવસોમાં બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે કોણ આવશે તેના ઉપર સૌની મીટ છે.
ચેરમેન પદેથી રાજીનામુ આપનાર સતીષ નિશાળીયા સહિત બરોડા ડેરીમાં વર્ષોથી અને 13 ડિરેક્ટરો હોય, વહીવટ કરવા પુરતા પ્રમુખ અને ઉપપ્રમુખ હોય છે. આમ તો, બરોડા ડેરીમાં 13 પ્રમુખ અને 13 ઉપપ્રમુખ છે. તમામ ભેગા મળીને વહીવટ કરતા હોય છે. આગામી સમયમાં પણ પાર્ટી જેને પ્રમુખ બનાવશે તે બધા જ પશુપાલકોનું અને સંસ્થાનું હિત જોશે. ગુજરાતમાં ક્યાં પણ બરોડા ડેરી ભાવ આપવામાં પાછળ નથી.