- પર્સનલ હાઈજિનનું ધ્યાન રાખવું જરૂરી
- એન્ટીફંગલ પાવડરનો ઉપયોગ કરવાનું રાખો
- ઢીલા અને સુતરાઉ કપડા પહેરો જેથી શરીરમાં હવાની અવરજવર રહે
આગશેકાતી ગરમી બાદ વરસાદ શાંતિ તો લાવે છે પણ સાથે અનેક બીમારીઓ પણ લાવે છે. આ સમયે ફંગલ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આપણે સૌ જાણીએ છીએ તેમ વરસાદમાં ફંગલ ઈન્ફેક્શનનો ખતરો અનેક ગણો વધી જાય છે. વરસાદમાં પલળવાના કારણે કે પછી મોડા સુધી પાણીમાં રહેવાના કારણે ફંગલ ઈન્ફેક્શન શરીરમાં ઘૂસી જાય છે. અનેકવાર આ ઈન્ફેક્શન તકલીફદાયી અને દર્દનાક બની જાય છે. જે તમને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવી શકે છે. વરસાદમાં પોતાને ઈન્ફેક્શન અને ફંગલ બીમારીથી બચાવીને રાખો તે જરૂરી છે. તો જાણો કેટલીક ખાસ ટિપ્સ.
આ ઉપાયો તમને બચાવશે ફંગલ ઈન્ફેક્શનથી
આરામદાયી કપડા
સુતરાઉ કે લિનેન જેવા ફેબ્રિક પહેરો. જે તમારી સ્કીનને મદદ કરશે. ઢીલા કપડા પહેરો. જેનાથી હવા શરીર સુધી પહોંચે. એવા કપડા પહેરો જે તમારી સ્કીનને ડ્રાય રાખે છે અને તમને ફંગલ ઈન્ફેક્શનથી બચાવે છે.
પર્સનલ હાઈજિન
ફંગલ ઈન્ફેક્શનથી બચવા માટે પર્સનલ હાઈજિનનું ધ્યાન રાખવાનું જરૂરી છે. નિયમિત રીતે હાથ એન્ટી ફંગલ સાબુથી ધોઈ લો. ખાસ કરીને વરસાદમાં પલળ્યા બાદ આવું કરવાની આદત રાખો. તમારા નખને નાના અને સાફ રાખો જેથી તમે વરસાદની સીઝનમાં ઈન્ફેક્શનથી બચી શકો.
સ્કીનને ડ્રાય રાખો
વધારે ભેજના કારણે સ્કીન પર ફંગસનો જમાવડો થાય છે. જ્યારે તમે વરસાદમાં પલળો છો તો ધ્યાન રાખો કે તમે સંપૂર્ણ રીતે પોતાને સૂકવો. બગલમાં, પગની આંગળીઓમાં ફંગસનો ખતરો વધારે રહે છે. શરીરના તમામ સાંધાને સારી રીતે સાફ કરીને સૂકા રાખો.
હાઈડ્રેટેડ રહો
પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સ્કીન સ્વસ્થ રહે છે અને શરીરના પ્રદૂષક તત્વોને બહાર કાઢવામાં મદદ મળતી રહે છે. વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ડાયટ તમારી ઈમ્યુનિટીને મજબૂત કરે છે તેનાથી આ ફંગસ ઈન્ફેક્શનની સાથે પ્રતિરોધી બની જાય છે.
એન્ટીફંગલ પાવડર
સ્કીનને સૂકી રાખવામાં અને ફંગસને વધતું અટકાવવા માટે તમે એન્ટીફંગલ પાવડરનો ઉપયોગ કરી શકો છો. શરીરમાં જ્યાં પરસેવો વધારે થતો હોય ત્યાં આ પાવડર લગાવો. તમને રાહત મળશે.