આરજે મહવશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલ તેનું નામ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જોડાયું છે. હવે આરજે મહવાશે એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે ડર અંગે વાત કહી છે. જોકે હવે સવાલ છે કે, મહવશ શેનાથી ડરી રહી છે? તેનું કારણ પણ તેણે જણાવ્યું છે.
આરજે મહવાશે શેર કરી આ પોસ્ટ
હકીકતમાં આરજે મહવશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં આરજેએ એક ફોટો શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ ગેટ ખોલતો જોવા મળી રહ્યો છે. પોસ્ટ શેર કરતીવખતે મહવશે તેના કેપ્શનમાં લખ્યું છે કે, યાર હું ઘરની બહાર લોક થઈ ગઈ છું અને ચાવી અંદર છે. હવે ચાવી બનાવનાર ઘર ખોલી રહ્યો છે.
RJ Mahvashને આ વસ્તુનો ડર
આરજેએ મહવશે પોતાની વાતને આગળ શરૂ રાખતા લખ્યું હતું કે, મને એકમાત્ર ડર એ છે કે જ્યારે હું કોઈ દિવસ પાછી આવું ત્યારે હું દરવાજો ખોલતાની સાથે જ તે ડ્રોઈંગ રૂમમાં બેઠો હોય. આરજેએ મહવશ હાલ પોતાના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં જોવા મળી રહી છે. ઘણા સમયથી મહવાશ યુજી ચહલને ડેટ કરી રહી છે તે અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે ચહલ કે મહવાશે તેની સત્તાવાર જાહેરાત કરી નથી રંતુ બંને ઘણીવાર સાથે જોવા મળે છે.
મહવશ અને ચહલનું અફેર?
મહવશે એકવાર આ અંગે વાત કરતા કહ્યું હતું કે, એક છોકરો અને એક છોકરી સાથે હોય તો તેઓ મિત્ર ન હોઈ શકે. બંને સાથે જોવા મળે મતલબ એવો નથી કે, બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું. મહવશ અને ચહલ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. ચહલ અને આરજેના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આ વીડિયો આવતાની સાથે જ તેમની ડેટિંગની અફવાઓ ફરી શરૂ થઈ જાય છે. જોકે, બંને તેમને અવગણે છે. યુઝર્સ બંને વિશે ઘણી બધી ગપસપ કરતા પણ જોવા મળે છે.