- રાંચી ટેસ્ટ મેચમાં ભારતની 5 વિકેટે જીત
- ટીમ ઈન્ડિયા સીરિઝમાં 3-1થી આગળ
- રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલનું શાનદાર પ્રદર્શન
રાંચી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચનો હીરો યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ હતો, જેણે બેટિંગ અને કીપિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના મેચ વિનિંગ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ યુવા ખેલાડીઓના દિલ ખોલીને વખાણ કર્યા હતા. ખાસ કરીને રોહિતે પ્રથમ દાવમાં ધ્રુવ જુરેલની બેટિંગની પ્રશંસા કરી હતી.
રોહિતે વિજય બાદ શું કહ્યું?
રોહિત શર્માએ મેચ જીત્યા પછી કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે આ ખૂબ જ સખત સંઘર્ષ ભરી સીરિઝ રહી છે અને ચાર ટેસ્ટ મેચ બાદ સીરિઝ કબજે કરીને ખરેખર સારું લાગે છે. ડ્રેસિંગ રૂમમાં દરેક વ્યક્તિને ખરેખર ગર્વ છે. અલગ-અલગ ટેસ્ટ મેચોમાં અમારી સામે અલગ-અલગ પડકારો હતા અને મને લાગે છે કે અમે જે હાંસલ કરવા માગતા હતા તે હાંસલ કર્યું છે. હું ખૂબ ખુશ છે. યુવાઓ ટીમ ઈન્ડિયા તરફથી રમવા માટે સખત મહેનત કરી છે. ઘરેલુ ક્રિકેટ રમવું અને ત્યાં સારું પ્રદર્શન કરવું અને અહીં આવવું અને રમવુંએ એક મોટો પડકાર છે.
જુરેલના કર્યા ભરપેટ વખાણ
જુરેલની પ્રશંસા કરતા રોહિતે કહ્યું કે, તેની કારકિર્દીની બીજી મેચ રમી રહેલા જુરેલે શાનદાર ઈનિંગ રમી અને મેદાનની ચોતરફ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના સ્કોરની નજીક પહોંચવા માટે પ્રથમ દાવમાં તેની 90 રનની ઈનિંગ્સ ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને બીજી ઈનિંગમાં તેણે ગિલ સાથે મળીને ઘણી પરિપક્વતા અને સંયમ દર્શાવ્યો હતો.
કેપ્ટને ધર્મશાળા ટેસ્ટ વિશે વાત કરી
રોહિતે આગામી ટેસ્ટ મેચ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, ‘આવું પ્રદર્શન ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે અને સુનિશ્ચિત કરશે કે જ્યારે પણ તક મળે ત્યારે તેઓ તેના માટે તૈયાર રહે. અમે દરેક ટેસ્ટમાં જીતવા માંગીએ છીએ, પછી ભલે ભૂતકાળમાં ગમ તે થયું હોય. દેખીતી રીતે તે યુવા ખેલાડીઓએ શાનદાર સીરિઝ રહી છે, પરંતુ અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ધર્મશાળા ટેસ્ટ મેચમાં પણ યુવાઓ આગળ આવે અને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે. આમાંથી કેટલાક લોકોને 5 મેચની સિરીઝ રમવાની આદત ન હતી, પરંતુ તેઓએ ઘણી ધીરજ બતાવી. મને વિશ્વાસ છે કે અમે ધર્મશાળામાં છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ જેવું જ પ્રદર્શન કરીશું.


