- ડ્રગ્સની હેરાફેરીનું તમામ આયોજન રશિયન પેડલર કરતો હતો
- પાર્સલ ક્યાંથી કોની પાસે મોકલવું તેની ગોઠવણ કરતો હતો
- રશિયન પેડલર પાસેથી બનાવટી પાસપોર્ટ મળી આવ્યા
અમદાવાદમાં સાયબર ક્રાઇમની ટીમ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ મામલે મોટો ખુલાસો કર્યો છે. જેમાં ઝડપેલા હાઈબ્રીડ ડ્રગ્સનો મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમે રશિયન ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલો ડ્રગ્સ પેડલર રશિયાનો હોવાનું પણ સામે આવ્યું છે અને તેનું નામ કોલેસ નિકોવ છે.
આ મામલે પોલીસે રશિયન પેડલર પાસેથી અનેક પાસપોર્ટ પણ કબ્જે કર્યા છે. પકડાયેલ આરોપી અનેક દેશોમાં ફરીને કરતો ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ વિદેશી આરોપી સુરતમાં 3 વખત આવ્યો હતો. પોલીસે હાલ તો હોટલના રજીસ્ટરની પણ તપાસ શરૂ કરી છે. જેની પાસથે જ પોલીસે રમકડા અને પુસ્તકમાં ડ્રગ્સ મોકલતા હતા. જેમાં 50 લાખનું ડ્રગ્સ સાયબર ક્રાઇમે કબ્જે કર્યું હતું.
જેની સાથે જ પક્ડાયેલ રશિયન પેડલર આરોપી જયપુર, મુંબઇ, કલકત્તા અને કોચીનમાં રહી ચુક્યો છે. ભારતમાં વર્ષ 2020માં આવ્યો છે, 7માં મહિનામાં વિઝા પૂર્ણ થયા બાદ પણ પોતાના દેશ પરત નહતો ફારીઓ અને વિઝા વગર ભારતમાં રોકાયેલો હતો. ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી 20 પાર્સલ કબ્જે કરવામાં આવ્યા છે.
બીજી બાજુ પકડાયેલ આરોપી ફેક વિઝા લેટર બનાવીને ભારતની હોટલોમાં રોકાતો હતો. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપીની અગાઉ મુંબઈમાં એક વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફી મામલે ધરપકડ થઈ હતી. પોલીસે હાલ તો મનાલીથી રશિયન ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. રશિયન પેડલર કોલેસ નિકોવ અનેક શહેરમાં હોટલમાં રોકાતો ત્યારબાદ વિદેશથી આવેલું પાર્સલ રિસીવ કરી સ્પીડ પોસ્ટમાં ગોવા મોકલતો હતો.
નોંધનીય છે કે અમદાવાદમાં થોડા સમય પહેલા જ સાયબર ક્રાઇમ પોલીસે ગુજરાતમાં ફોરેઈન પોસ્ટ ઓફિસમાંથી અગાઉ 50 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. પકડાયેલ ડ્રગ્સ સુરતમાં જે પાર્સલ ડિલિવરી થવાનું હતું, જેની તપાસમાં વિદેશી આરોપીની માહિતી મળી હતી. જે પછી આ કેસમાં અત્યારસુધીમાં પોલીસને 7 જેટલી વ્યક્તિઓની ઓળખ મળી આવી છે અને 5 ઇ વિઝા લેટર્સ પણ મળી આવ્યા છે. તપાસ દરમિયાન 1 ડુપ્લીકેટ આધારકાર્ડ, 2 ફોરેઈનના ડ્રાઇવિંગ લાયસન્સ પણ પોલીસે કબ્જે કર્યા છે. પોલીસે હાલ તો અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંઘી કાર્યવાહી હાથ ધરી છે.