- સુરક્ષાને લઈને અમેરિકાની એજન્સીઓ સતર્ક
- હુમલો કરનારા કોણ એ અંગે તપાસ કરાશે
- રીપોર્ટ તૈયાર કરીને અધિકારીને સોંપાશે
રાષ્ટ્રપતિ જો બિડેનની પૌત્રીની સુરક્ષામાં મોટી ભૂલનો મામલો સામે આવ્યો છે. ત્રણ અજાણ્યા લોકોએ બિડેનની પૌત્રીની કારનો કાચ તોડવાનો પ્રયાસ કર્યો છે. તેના કારણે, તૈનાત સુરક્ષા એજન્ટોએ સામેથી ગોળીબાર કરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના સમયે નાઓમી બિડેન જ્યોર્જટાઉનમાં હતી. ત્રણ અજાણ્યા શખ્સોએ કાચ તોડવાનો પ્રયાસ કરતાં તેમની કાર પાર્કિંગમાં ઉભી હતી.
કાચ તોડતા જોઈ અધિકારી દોડ્યા
આરોપીઓને કાચ તોડતા જોઈને સુરક્ષાકર્મીઓ તરત જ સક્રિય થઈ ગયા હતા. તેમની તરફથી ગોળીઓ છોડવામાં આવી હતી. ગોળીનો અવાજ સાંભળીને ત્રણેય યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસે લાલ રંગની કાર હતી. જેમાં ત્રણેય ભાગી ગયા હતા. હાલ તે યુવકોની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે અને તેઓને વહેલી તકે પકડી લેવામાં આવશે તેમ કહેવાય છે. નાઓમી બિડેનની વાત કરીએ તો તેણે ગયા વર્ષે જ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. તે બિડેનના પુત્ર હન્ટરની મોટી પુત્રી છે. નાઓમી અમેરિકામાં પ્રખ્યાત વકીલ છે અને એવું કહેવાય છે કે તે રાષ્ટ્રપતિ બિડેનની પણ ખૂબ નજીક છે.
ખાસ રીપોર્ટ તૈયાર કરાશે
હાલ તો આ સમગ્ર મામલાની અનેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને ખૂબ જ ગંભીર રીતે પગલાં લેવામાં આવે છે. એમની સાથે જોડાયેલા દરેકને એક ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવે છે. જોકે, આ અંગે હજું સુધી કોઈ સુરક્ષા અધિકારી પાસેથી કોઈ પ્રકારના રીપોર્ટ મળ્યા નથી. જોકે, સમગ્ર કેસની તપાસ કરીને એક ખાસ રીપોર્ટ તૈયાર કરાશે


