સ્વ. દિલીપ ગોહિલને શ્રધ્ધાંજલિ પાઠવતા VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલ
Share
SHARE
અગ્ર ગુજરાતના એસોસીએટ એડિટર દિલીપભાઈ ગોહિલનું ટૂંકી બીમારી બાદ નિધન થતાં તેમના આત્માના પરમાત્મા સદગતિ આપે અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલ દુ:ખનો સામનો કરવા માટે પ્રભુ શક્તિ આપે તેમ વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે શ્રધ્ધાંજલિ પાઠવી છે. વિનોદ બંસલે પાઠવેલ શ્રધ્ધાંજલિમાં જણાવ્યું હતું કે, માત્ર બે માસના ટૂંકાગાળાથી જ મારે રામ મંદિર માટે નિયમિત રીતે ફોન ઉપર વાતચીત કરતાં હતા અને રામના કામ માટે સતત જાગૃત હતા. સાથોસાથ આવા નીડર અને નિષ્ઠાવાન પત્રકારો ભાગ્યે જ જોવા મળે છે.