- અમદાવાદમાં 40 વર્ષીય હસમુખ પંચાલનું મોત
- વડોદરામાં 48 કલાકમાં હાર્ટ એટેકથી 2ના મોત થયા
- રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 2 લોકોના મોત થયા
રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ એકનું વ્યક્તિનું મોત થયુ છે. જેમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમદાવાદમાં 40 વર્ષીય હસમુખ પંચાલનું મોત થયુ છે. તેમાં બુક બાઈન્ડિંગનું કામ કરતી વેળાએ ઢળી પડ્યા હતા. ધોબીઘાટ વિસ્તારમાં આ ઘટના બની છે.
વડોદરામાં 48 કલાકમાં હાર્ટ એટેકથી 2ના મોત થયા
વડોદરામાં 48 કલાકમાં હાર્ટ એટેકથી 2ના મોત થયા છે. જેમાં વાઘોડિયામાં 48 વર્ષીય મીનેશ જેઠવાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં કાપડનું કટિંગ કરતી વખતે મીનેશ જેઠવા ઢળી પડ્યા હતા. તેજમ સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 2 લોકોના મોત થયા
રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 2 લોકોના મોત થયા છે. જેમાં 38 વર્ષીય ગુણવંત ચાવડાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તથા 53 વર્ષીય પરષોત્તમ જાદવનું હાર્ટ એટેકથી મોત થયુ છે. દરરોજ હાર્ટ એટેકથી 3થી4 લોકોના મોત થાય છે. ત્યારે શહેરમાં ચર્ચાઓ શરૂ થઇ છે.
શહેરમાં વધુ બે લોકોએ હાર્ટએટેકથી જીવ ગુમાવ્યા
શહેરમાં વધુ બે લોકોએ હાર્ટએટેકથી જીવ ગુમાવ્યા છે. જેમાં થોરાળા ગોકુલપરાના 38 વર્ષીય ગુણવંત ચાવડા તથા ગાંધીગ્રામ ગોવિંદનગરના 53 વર્ષીય પરષોત્તમ જાદવનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ત્યારે તાજેતરમાં રાજકોટમાં 24 કલાકમાં ચાર યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી થતા મોતના કિસ્સામાં ધરખમ વધારો થયો છે. ત્યારે રાજકોટમાં કરુણ કિસ્સા સામે આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યના 2 અને શહેરી વિસ્તારના 2 યુવકના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા.