ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહીદ આફ્રિદીનો મેદાન અને મેદાનની બહાર 36નો આંકડો રહ્યો છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે રોહિત અને કોહલીના વખાણ કર્યા અને ગૌતમ ગંભીર પર ટિપ્પણી કરી હતી આફ્રિદીએ કહ્યું કે, ‘ગૌતમ ગંભીર કોચ તરીકે જે કરી રહ્યા છે તે દર્શાવે છે કે તમે હંમેશા સાચા નથી હોતા.સૌથી વધુ છગ્ગા ફટકારવાનો તેનો રેકોર્ડ તૂટવા અંગે આફ્રિદીએ કહ્યું કે, ‘હું ખુશ છું કે રોહિત શર્મા જેવા ખેલાડીએ આ રેકોર્ડ તોડ્યો.
શાહીદ આફ્રિદીએ રોહિત અને કોહલીના કર્યા વખાણ
શાહીદ આફ્રિદીએ કહ્યું કે, ‘વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતીય બેટિંગ લાઈનઅપની કરોડરજ્જુ છે અને ટીમે તેમને 2027ના વર્લ્ડ કપ સુધી રમાડવા જોઈએ. આફ્રિદીએ વધુ જણાવ્યું કે, ‘એ તથ્ય છે કે વિરાટ અને રોહિત ભારતીય બેટિંગ લાઈનઅપ કરોડરજ્જુ છે. અને જે રીતે તેમણે તાજેતરની વન-ડે સીરિઝમાં પ્રદર્શન કર્યું તે જોઈને વિશ્વાસ સાથે કહી શકાય કે, તેઓ 2027ના વર્લ્ડ કપ સુધી રમી શકે છે.
શાહીદ આફ્રિદીએ ગૌતમ ગંભીરની ટીકા કરી
ગૌતમ ગંભીરની ટીકા કરતા આફ્રિદીએ કહ્યું કે, ગૌતમે જે રીતે પોતાનો કાર્યકાળ શરૂ કર્યો, તે જોતાં એવું લાગે છે કે તેમણે વિચાર્યું હતું કે, તે જે વિચારે છે અને કહે છે તે જ સાચું છે. પરંતુ થોડા જ સમયમાં એ સાબિત થઈ ગયું કે તમે હંમેશા સાચા નથી હોતા.’
હું ખુશ છું કે રોહિત શર્મા જેવા ખેલાડીએ મારો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં શાહીદ આફ્રિદીનો સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આફ્રિદીએ વન-ડેમાં 351 છગ્ગા ફટકાર્યા હતા અને હવે હિટમેનના નામે 355 છગ્ગા છે. વન-ડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો પોતાનો રેકોર્ડ તૂટવા અંગે આફ્રિદીએ કહ્યું કે, ‘રેકોર્ડ તૂટવા માટે જ હોય છે અને આ પણ સારું થયું છે. મને ખુશી છે કે એક એવા ખેલાડીએ આ રેકોર્ડ તોડ્યો જેને હું હું હંમેશાથી પસંદ કરતો આવ્યો છું.
આ પણ વાંચો -IND vs SA 2nd T20I : ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ ક્યારે અને ક્યાં રમાશે


