- ઈક્કો વેસ્ટ કેમિકલ ફેક્ટરી છેલ્લા 4 મહિનાથી હતી બંધ
- ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો
- ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે
શામળાજીની અસાલ GIDCમાં ભીષણ આગ લાગી છે. જેમાં ઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે. તેમાં ઈક્કો વેસ્ટ કેમિકલ ફેક્ટરી છેલ્લા 4 મહિનાથી બંધ હતી. જેમાં ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. તેમજ ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
કંપનીમાં 60થી વધુ કેમિકલ ભરેલ ટેન્કરો બળીને ખાખ
કંપનીમાં 100 કેમિકલ ભરેલ ટેન્કરો બળીને ખાખ થયા છે. તેમજ આગ લાગવાનું કારણ અકબંધ છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવતા ફાયર વિભાગની 10 ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઇડરથી ફાયર ટીમ બોલાવવામાં આવી છે. કંપનીમાં 100 વધુ કેમિકલ ભરેલ ટેન્કરોમાં આગ લાગી હતી. ત્યારે 100 ટેન્કરો બળીને રાખ થયા છે. સ્થાનિક સરપંચ દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેમાં કંપની માલિકને કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે.
બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગથી ત્રણના મોત થયા
તાજેતરમાં અરવલ્લીના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગથી ત્રણના મોત થયા હતા. જ્યારે ટ્રકમાં 150થી વધુ ઘેટા-બકરા ભરવામાં આવ્યા હતા. વીજ તારને અડકી જતા ટ્રક સળગી ઊઠી હતી. જે બાદ બાળક સહિત ત્રણના મોત થયા હતા. ટ્રકમાં ભરવામાં આવેલા સાથે જ 150થી વધુ ઘેટા બકરા પર બળીને ખાખ થઇ ગયા હતા. મોડાસાની બે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.