ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતના ડોમેસ્ટિક ક્રિકેટર શેલ્ડન જેક્સને થોડા દિવસ પહેલા ODI અને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
શેલ્ડન જેક્સને 8 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર માટે પોતાની છેલ્લી મેચ રમી હતી. હવે શેલ્ડન સૌરાષ્ટ્ર માટે ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેશે નહીં. આ ટીમ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમને મોટો ઝટકો
શેલ્ડન જેક્સન પણ IPLમાં ભાગ લઈ ચૂક્યો છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે. આ સિવાય તેને ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની સેવા કરી છે. 38 વર્ષીય જેક્સને 2006માં સૌરાષ્ટ્ર માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેને 2009 માં સૌરાષ્ટ્ર માટે T20 ડેબ્યૂ કર્યું અને 2011 માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. લગભગ 19 વર્ષથી સૌરાષ્ટ્ર માટે રમી રહ્યો છે. પરંતુ હવે શેલ્ડન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં જોવા મળશે નહીં.
આવું રહ્યું છે ઘરેલુ કરિયર
શેલ્ડને 105 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 46.12 ની સરેરાશથી 7242 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, 21 સદી સિવાય તેને 39 અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય તેને 86 લિસ્ટ A મેચોમાં 36.25 ની એવરેજથી 2792 રન બનાવ્યા છે. 9 સદી સિવાય તેને 14 અડધી સદી ફટકારી છે. 84 T20 મેચોમાં તેને 27.45 ની એવરેજથી 1812 રન બનાવ્યા છે, 1 સદી સિવાય તેને 11 અડધી સદી પણ ફટકારી છે.
આવું રહ્યું છે IPL કરિયર
જેક્સનને IPLમાં ઘણી મેચ રમવાની તક મળી ન હતી. તેને ફક્ત 9 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેને 10.16 ની એવરેજથી 61 રન બનાવ્યા છે. તે છેલ્લે 2022 માં IPL રમ્યો હતો. આ પછી તે કોઈ ફ્રેન્ચાઈઝીમાં જોવા મળ્યો ન હતો.


