- મીઠાખળી, નવરંગપુરા, સોલા, ઓઢવ, સરખેજ, બાવળામાં દરોડા
- દરોડા દરમ્યાન મોટાપાયે બિલ વગરના બેનામી હિસાબો મળ્યા
- સુરતમાં પણ 10 સ્થળો પર એસેસરીઝના વેપારીઓને ત્યાં તપાસ
અમદાવાદ શહેરમાં GST વિભાગે એક સાથે 25 સ્થળે દરોડા પાડ્યા છે. જેમાં કાર એસસરીઝના વેપારીઓને ત્યાં GSTના દરોડા પડ્યા છે. તેમાં મીઠાખળી, નવરંગપુરા, સોલા, ઓઢવ, સરખેજ, બાવળામાં દરોડા પડ્યા છે. દરોડા દરમ્યાન મોટાપાયે બિલ વગરના બેનામી હિસાબો મળ્યા છે.
સુરતમાં પણ 10 સ્થળો પર એસેસરીઝના વેપારીઓને ત્યાં તપાસ
પોટપાયે રોકડથી વેચાણ થયું હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ રાજ્યના 60 વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી થઇ છે. તેમાં વડોદરા, સુરત, રાજકોટમાં ઓટો પાર્ટ્સના વેપારીઓને ત્યાં તપાસ થઇ રહી છે. જેમાં બિલ વગર અને રોકડેથી થતા વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ 10 સ્થળો પર એસેસરીઝના વેપારીઓને ત્યાં તપાસ શરૂ થઇ છે. જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની વિગતો અધિકારીઓને મળી હતી.
ઓટોમોબાઇલ પાર્ટ્સના 60 વેપારીઓને ત્યાં SGSTના દરોડા
રાજ્યભરમાં ઓટોમોબાઇલ પાર્ટ્સના 60 વેપારીઓને ત્યાં SGSTના દરોડા પડ્યા છે. જેમાંનવરાત્રિ અને દિવાળી ટાણે કારના મોટી સંખ્યામાં વેચાણ બાદ પગલાં લેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં ગાડીઓનું વેચાણ થતું હોય છે. ત્યારે એસેસરીઝ વેચતા 60 વેપારીઓને ત્યાં જીએસટીની તપાસ શરૂ કરવામાં આવી છે. નવરાત્રિ અને દિવાળીના અરસામાં સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં ગાડીઓનું વેચાણ થતું હોય છે. ગાડીઓનું વેચાણ થવાની સાથે તેને સંલગ્ન એસેસરીઝનું પણ વેચાણ થતું હોવા છતાં ધાર્યા પ્રમાણેની જીએસટીની આવક થતી નહીં હોવાનું સ્ટેટ જીએસટીના અધિકારીઓને ધ્યાને આવતા સમગ્ર રાજ્યમાં 60 સ્થળો પર દરોડા પાડી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં સુરતમાં પણ 10 સ્થળો પર એસેસરીઝના વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.
મોટાભાગની એસેસરીઝ 18 ટકાના દાયરામાં આવતી
ટુ-વ્હીલર અને ફોરવ્હીલ ગાડી માટેની મોટાભાગની એસેસરીઝ પર 18 ટકા જીએસટી ભરપાઇ કરવાનો નિયમ છે. જોકે ટ્રેક્ટર માટેની એસેસરીઝમાં પાંચ ટકા જીએસટી વસૂલાત કરવામાં આવતો હોય છે. તે સિવાયની મોટાભાગની એસેસરીઝ 18 ટકાના દાયરામાં આવતી હોવાથી અનેક વેપારીઓ દ્વારા પાકા બિલના બદલે કાચા બિલમાં જ તેનું વેચાણ કરતા હોય છે. કાચા બિલમાં એસેસરીઝનું વેચાણ કરવામાં આવતું હોવાથી જીએસટી ચોરી કરવામાં આવતી હોય છે.