- રાજ્ય સરકારનો ચૂંટણી પહેલાં મોટો નિર્ણય
- જેમાં ASIને PSI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું
- ગૃહવિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર
લોકસભાની ચૂંટણી પહેલાં વિવિધ વિભાગોમાં બદલીના દોર શરૂ થયા છે. જેમાં ગુજરાતના પોલીસ તંત્ર અને રેવન્યૂમાં નવા વર્ષમાં આવશે મોટા પાયે ફેરફારો કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં મોટા બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
આ સાથે જ ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસતંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ કવાયત શરૂ કરી છે. હાલમાં રાજ્ય સરકારે ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને હાલ પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું છે.
પીએસઆઈ પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ, પીઆઇ અને ડીવાયએસપીઓમાં મોટા પાયે બદલી આવશે. સરકારે જે 523 અધિકારીઓને પ્રમોશન આપ્યું છે તેનું લિસ્ટ નીચે મુજબ છે.















