લગ્ન રદ થયા પછી સ્મૃતિ મંધાના પહેલીવાર જાહેરમાં દેખાઈ. એક કાર્યક્રમમાં સ્મૃતિ મંધાના હાજર રહી. જયાં સ્ટાર ક્રિકેટરનો ઉદાસ ચહેરો દેખાયો પણ દોસ્તે બાજી સંભાળી લીધી. જયારે સ્મૃતિ કાર્યક્રમમાં આવી ત્યારે ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે તેમને ગળે લગાવી. જણાવી દઈએ કે મંધાના સંગીતકાર પલાશ મુછલ સાથે 23 નવેમ્બરના રોજ લગ્ન થવાના હતા. પરંતુ કેટલાક કારણોસર આ લગ્ન રદ થયા. પલાશ અને સ્મૃતિનો છ વર્ષનો સંબંધ એક જ ક્ષણમાં સમાપ્ત થઈ ગયો. 23 નવેમ્બર બાદ કેટલાક દિવસો સુધી બંનેના રિલેશનને લઈને અટકળો રહી. પરંતુ 7 ડિસેમ્બરના રોજ સ્મૃતિ મંધાનાએ સત્તવાર રીતે લગ્ન રદ થયાની જાણ કરતા તમામને અંગત જીવનને લઈને ગોપનીયતા રાખવા અપીલ કરી હતી.
સ્મૃતિ મંધાના, કભી ખુશી કભી ગમ
સ્મૃતિ મંધાના માટે ગત નવેમ્બરનો મહિનો બહુ મુશ્કેલ રહ્યો છે. એકબાજુ કારર્કિદીની રીતે તેના માટે આ મહિનો બહુ ખાસ હતો. જયારે અંગત જીવનમાં તેને સૌથી ખરાબ સમય હતો. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મદદ કરવામાં મંધાનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સ્ટાર બેટ્સમેને જીવનનું કડવું સત્ય સ્વીકારી આગળ વધવાનો નિર્ણય લીધો. લગ્ન રદ થયાની પોતે જાહેરાત કર્યા બાદ તે હવે ફક્ત ક્રિકેટ તરફ ધ્યાન આપવા માગે છે તે સ્પષ્ટ કર્યું હતું. હવે તેના સૌથી વધુ પ્રિય ક્રિકેટ રમવા તરફ પાછી ફરી છે.
શ્રીલંકા સામે રમશે સ્મૃતિ
મંધાનાને ભારતીય T20 ટીમની ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ સિરિઝ 21 ડિસેમ્બરથી શ્રીલંકા સામે રમશે. 2 નવેમ્બરના રોજ મહિલા વર્લ્ડ કપ ફાઇનલ પછી આ ભારતની પહેલી દ્વિપક્ષીય શ્રેણી છે. બુધવારે, મંધાના એક કાર્યક્રમમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે જોવા મળી હતી, જ્યાં તેણે ક્રિકેટ રમતને લઈને ખુલીના વાત કરી હતી. જ્યારે મંધાના કાર્યક્રમમાં પહોંચી ત્યારે તેના ચહેરા વિચિત્ર ઉદાસી હતી. જોકે, પહેલાથી જ હાજર રહેલી હરમનપ્રીત કૌરે તેને ઝડપથી ભેટી પડી. જાણે તેને સાંત્વના આપવા માટે, તેણીને કહ્યું કે તેણીના અંગત જીવનમાં તાજેતરમાં જે બન્યું તે ભૂલી જાઓ અને આગળ વધો.
હું ફક્ત ક્રિકેટને જ પ્રેમ કરું છું, સ્મૃતિ
સ્મૃતિ મંધાનાએ આ કાર્યક્રમમાં કહ્યું, “સારું, સાચું કહું તો હું ફક્ત ક્રિકેટને જ પ્રેમ કરું છે. મને નથી લાગતું કે મને જીવનમાં ક્રિકેટ કરતાં વધુ કંઈ ગમે છે. તેથી, જ્યારે તમે બેટિંગ કરવા જાઓ છો અથવા જ્યારે તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવા જાઓ છો, ત્યારે મને નથી લાગતું કે બીજો કોઈ વિચાર હોય. જ્યારે તમે ભારતીય જર્સી પહેરો છો, ત્યારે તમે ફક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને દેશ માટે મેચ જીતવા માંગો છો.” સંગીતકાર પલાશ મુચ્છલ સાથેના લગ્નના અંત પછી મંધાનાનો આ પહેલો જાહેર દેખાવ હતો.


