અમદાવાદમાં SOG દ્વારા શહેરના વિવિધ પાન પાર્લરોમાં તપાસ હાથ ધરાઈ છે. તપાસનું મુખ્ય ફોકસ ગોગો પેપર પર રાખવામાં આવ્યું હતું જે નશાના સેવન માટે વપરાય છે
114 પાર્લરનું ચેકિંગ કરવામાં આવ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ માટે કુલ 4 ટીમો બનાવવામાં આવી હતી અને 114 પાર્લરનું ચેકિંગ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન 58 પાર્લરમાંથી ગોગો પેપર મળી આવ્યું
પોલીસ તપાસ હજુ ચાલુ છે
ગોગો પેપર વેચાણ કરતી દુકાનો પર પણ તપાસ કરવામાં આવી અને વેપારીઓની પૂછપરછ કરાઇ હતી. પોલીસ તપાસ હજુ ચાલુ છે અને અગામી સમયમાં વધુ કાર્યવાહી શક્ય છે.
આ પણ વાંચો—- Mohali માં કબડ્ડી ખેલાડી રાણા બાલાચૌરિયાની હત્યા, સેલ્ફીના બહાને ફાયરિંગ, બંબીહા ગેંગે લીધી જવાબદારી


