By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોઇ જાગે છે……!!!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

કોઇ જાગે છે……!!!

agragujaratnews
Last updated: 2024/03/22 at 8:50 PM
2 years ago
Share
કોઇ જાગે છે……!!!
SHARE

ફેકટ ચેક : સુપ્રિમ કોર્ટે ચેક મેટ કેમ આપ્યો ?

૦ મિડિયામાં ફેક ન્યુઝ ફેલાતાં રોકવા સરકારે પી.આઇ.બી. હેઠળ એક યુનિટ બનાવ્યુ છે

૦ જેનો અમલ ર૦ માર્ચથી કર્યો છે, જેમાં સરકાર જ નકકી કરશે કે કયા ન્યુઝ ફેક ન્યુઝ છે

૦ આ કાયદા સામે મુંબઇ હાઇકોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે જ સરકારે ફેકટ ચેક વિભાગનો અમલ શરૂ કરી દીધો

૦ સુપ્રિમ કોર્ટમા મામલો ગયો,ફરિયાદી પક્ષની દલીલ એ છે કે સરકાર જ ફરિયાદી અને સરકાર જ જજ એ બાબત ગેરબંધારણીય છે

૦ સરકાર મિડિયાને અંકુશ કરવા ફેકટ ચેક યુનિટની સતાનો દૂરઉપયોગ કરી શકે છે તેવી શંકા વ્યકત થઇ

મિડિયામાં ખુબ અરાજકતા છે. ખાસ કરીને ફેક ન્યુઝથી સોશિયલ મિડિયા ઉભરાય છે. કયારેક હેટક્રાઇમનું કારણ સોશિયલ મિડિયા ઉપર વહેતાં ન્યુઝ કારણભૂત બને છે. કયારેક ફેક ન્યુઝથી અચાનક કોઇ સ્થળે દંગા ફાટી નિકળે છે. કયારેક સરકારી તંત્રને સોશિયલ મિડિયાના બેજવાબદાર ન્યુઝને કારણે બિનજરૂરી દોડધામ થઇ જાય છે. કેટલાક સમાચાર દેશ વિરોધી હોય છે. કેટલાક સમાચાર સમાજના તાણાવાણા ઉપર કુઠારાઘાત કરનાર હોય છે. કેટલાંક ફેક ન્યુઝ શાંત જળમાં પથરા ફેંકવાનું કામ કરે છે. એકંદરે અનિયંત્રિત સોશિયલ મિડિયા અને બેજવાબદાર અન્ય મિડિયાને કોઇ એક વોચ ડોગ હેઠળ લાવવાની જરૂરિયાત સરકારને લાગી છે. આવું દેશના સરેરાશ નાગરિક અને જુદા જુદા સરકારી તંત્રને પણ લાગતું હશે. ખાસ કરીને પબ્લીક ડીલીંગ કરનાર સરકારી તંત્રને મિડિયાની બેજવાબદારી અને તેને કારણે ઉભી થતી મૂશ્કેલીઓનો સામનો કરવાનો કડવો અનુભવ છે.

આ સિકકાની એક બાજુ છે. સરકાર અનિયંત્રિત અને બેજવાબદાર મિડિયાને નિયંત્રિત કરવા માટે પગલાં લ્યે અને કોઇ ઓથોરિટિ બનાવે તે બાબત કદાચ સમયની માગ હશે. તેને અનુસંધાને લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગયા બાદ સરારે ર૦ માર્ચે ફેકટ ચેક યુનિટના અમલીકરણની જાહેરાત કરી દીધી. આ ફેકટ ચેક યુનિટનું કામ ફેક ન્યુઝ ચેક કરી તેને નિયંત્રિત કરવાનું રહેશે. કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પી.આઇ.બી.)હેઠળ કાર્યરત રહેશે. પરંતુ સરકારના આ નિર્ણય સામે મુંબઇ હાઇકોર્ટમા કેસ ચાલે છે અને કેસનો ચુકાદો નથી આવ્યો ત્યારે સરકારે અચાનક આ યુનિટની ઘોષણા કરી તેનો અમલ કરવાની સરકારની ઉતાવળ સામે મામલો સુપ્રિમ કોર્ટમા ગયો હતો. સુપ્રિમ કોર્ટે હાલ તુરંતુ જયાં સુધી મુંબઇ હાઇ કોર્ટના ત્રીજા જજનું જજમેન્ટ ન આવે ત્યાં સુધી ફેકટ ચેક યુનિટને કાર્યરત કરવાના સરકારના આદેશને રોકી દીધો છે.

સરકારના ફેકટ ચેક યુનિટ સામે મુંબઇ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં મુખ્યત્વે ત્રણ બાબતનો વિરોધ હતો. એક તો બંધારણના મૂળભૂત હકક અભિવ્યકતીની સ્વતંત્રાનું આ કાયદાના અમલથી હનન થતું હોવાની દલીલ છે. બીજી બાજુ વધુ ગંભીર બાબત એ છે કે સરકારે આ યુનિટમાં માત્ર સરકારી અધિકારીની જ નિયુકતી કરી છે મતલબ કે ફરિયાદી સરકાર અને જજમેન્ટ પણ સરકાર આપશે. કયા ન્યુઝ ફેક છે તે સરકારી અધિકારી નિર્ણય લેશે. તેનો અમલ પણ સરકાર કરશે. એટલે કે કોઇ કેસ નહી,કોઇ સુનાવણી નહિ ન્યાય તંત્ર કે કોઇ સ્વાયત બોડીનું ગઠન નહી. જેની સામે સૌથી વધુ આપતી છે.ત્રીજી બાબત અને આક્ષેપ એ છે કે સરકારે લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે અને મુંબઇ હાઇકોર્ટમાં કેસ ચાલે છે ત્યારે અચાનક ઉતાવળે ફેકટ ચેક યુનિટનો અમલ શા માટે કરી દીધો. તેના પાછળ એવી દલીલ છે કે સરકાર મિડિયાને કંટ્રોલ કરવા માંગે છે. સરકારને અનુકુળ ન હોય તેવા સમાચારો અટકાવવા માંગે છે. જેમાં ફેક ન્યુઝની કેટેગરીમા કોઇ પણ સમાચારને મૂકી શકાય.

સુપ્રિમ કોર્ટે કોમેડિયન કુણાલ કામરા,એડિટર્સ ગીલ્ડ અને અન્ય એક સંસ્થા દ્વારા કરવામાં આવેલી યાચિકાને ધ્યાને લઇને હાલ તુરંત સરકારને ફેકટ ચેક યુનિટનો અમલ કરવા ઉપર રૂકજાઓનો આદેશ આપ્યો છે. મુંબઇ હાઇકોર્ટમાં અગાઉ બે જજને બેન્ચે ફેકટ ચેક યુનિટ અંગે અલગ અલગ જજમેન્ટ આપતાં જેને ફ્રેકચર્ડ જજમેન્ટ ગણી ત્રીજા જજ પાસે આ કેસ દાખલ થયો છે. આ જજના ચુકાદા બાદ બહુમતી જજનો ચુકાદો આવશે. પરંતુ સુપ્રિમ કોર્ટમાં આ મામલો આવી ગયો છે અને મુંબઇ હાઇકોર્ટની કાર્યવાહિ પણ ચાલે છે ત્યારે હવે ફેકટ ચેક યુનિટનો સરકાર તાત્કાલીક અમલ નહિ કરી શકે. કદાચ ચૂંટણી સુધી આ કાયદાનો અમલ નહિ થાય.

ભવિષ્યમાં સુપ્રિમ કોર્ટ પાસ આ કેસ જાય તો ફેક ન્યુઝ ઉપર અંકુશ મૂકવા માટે જયારે પણ ફેકટ ચેક યુનિટનું ગઠન થાય ત્યારે પ્રેસકાઉન્સીલ અને એડિટર્સ ગીલ્ડ દ્વારા આવા યુનિટનું સંચાલન થાય તેવી માગણી ઉભી રહેશે. કારણ કે ફરિયાદીના વકિલને જ જજમેન્ટ આપવાનું હોય તો નિષ્પક્ષ ન્યાયની પ્રણાલીનો જ ભંગ થાય છે.

દેશમા છેલ્લા થોડા સમયથી કેટલાંક ચુકાદા આવે છે તે લોકશાહિની જીવંતતાના સિમાચિહ્ન જેવા છે ઇલેકટ્રોલ બોન્ડ જેમાં કોંગ્રેસ દેકારો કરે છે તેણે દાન લીધા બાદ દેકારો કર્યો છે. ભાજપ અને અન્ય પક્ષોને પણ મળ્યુ ત્યાર બાદનો વિવાદ છે. કોંગ્રેસે કે અન્ય વેએવા સંજોગોમાં મિડિયાની સ્વતંત્રતા ખાસ કરીને ગંભીર મિડિયાને પણ સોશિયલ મિડિયાની પાયરીમાં મૂકવાના પ્રયાસ સામે સવાલ ઉભા થયા છે. સુપ્રિમ કોર્ટે નીર ક્ષીર તપાસી જજમેન્ટ આપ્યુ એ બતાવે છે કે કોઇ તો જાગે છે !!!!

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
ગોંડલ

ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન

Editor By Editor 5 days ago
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?