સોમનાથ સ્વાભિમાન પર્વને ઉજાગર કરવા બીજા દિવસે ભાવિક ભકતોની ટ્રેનને પ્રસ્થાન
ધારાસભ્ય કાનગડ અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા ઉપસ્થિત રહયાં
અને વિધાનસભા-૭૦ ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તા. ૭ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વ-૨૦૨૬ અંતર્ગત રાજકોટ શહેર પ્રમુખ ડૉ.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ મહાનગરના મુખ્ય ઈન્ચાર્જ તરીકે શહેર ઉપપ્રમુખ પરીમલભાઈ પરડવા અને સહઈન્ચાર્જ તરીકે પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૧૪ ના પ્રભારી જીજ્ઞેશભાઈ જોષીની આગેવાનીમાં તા.૭ જાન્યુઆરીએ રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતેથી ભાવિક ભકતો અને કાર્યકર્તાઓને લઇ જતી ૧૮ કમ્પાર્ટમેન્ટની ટ્રેઈનના ઈન્ચાર્જ વોર્ડ નં.૩ ના પૂર્વ પ્રમુખ હેમુભાઈ પરમાર અને સહઈન્ચાર્જ બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયની આગેવાનીમાં લઈ જતી ટ્રેઈનને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવી હતી.
આ તકે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શુભ મુર્હતમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર કરવામાં આવેલ હતા. આજના બીજા દિવસે શહેર પ્રમુખ ડૉ. માધવ દવેના હસ્તે શ્રીફળ વધેરી શુભ શુકન કરવામાં આવેલ હતું. આજના બીજા દિવસે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, દંડક નેતા મનીષ રાડીયા, પુર્વ મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેર ઉપપ્રમુખ મહેશ રાઠોડ, હિતેષભાઈ ઢોલરીયા, રમેશભાઈ પરમાર સહિત રાજકોટ શહેર હોદ્દેદારો, વોર્ડના અને શહેર મોરચાના પ્રમુખ, મહામંત્રી, કાર્યાલયના ચેતનભાઈ રાવલ સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શીવ મંત્રોચ્ચાર અને હર હર મહાદેવના જયધોષ સાથે ટ્રેઈનને પ્રસ્થાન કરાવવામાં આવેલ હતી.


