- જ્હોનિસબર્ગમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા 81 લોકો કાટમાળમાં દટાયા હતા
- બચાવ અભિયાન ટુકડીએ કાટમાળમાંથી એક યુવકને જીવતો બહાર કાઢયો
- યુવકને 116 કલાક બાદ બહાર કાઢી લેતા હાજર સૌ લોકોએ તાળી પાડી ખુશી વ્યક્ત કરી હતી
સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી થયાને 116 કલાક બાદ બચાવકર્મચારીઓએ એક યુવકને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. બચાવકર્મચારીઓની ટીમે આ યુવકને ઈમારતના કાટમાળમાંથી બહાર કાઢયો એ સમયે હાજર સૌ લોકોએ તાળીઓ વગાડીને ખુશી વ્યક્ત કરી હતી. બચાવ અભિયાનના વડાએ આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી હતી અને લખ્યું કે યુવકને કાટમાળમાંથી કાઢયાની ઘટના ચમત્કારથી ઓછી નહોતી.
દક્ષિણ આફ્રિકારની રાજધાની જ્હોનિસબર્ગ પાસે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. આ દરમિયાન ઈમારત અને તેની આસપાસ આશરે 81 લોકો કામ કરી રહ્યા હતા. બચાવ અભિયાનના પ્રમુખ કોલિન ડિલરે જણાવ્યું કે જ્યારે અમે એક સ્બેની નીચે ગયા તો જોયું કે અંદર કોઈ વ્યકિતનો અવાજ આવી રહ્યો હતો. ત્યારબાદ અમે બચાવ અભિયાન રોકી દીધું અને ધીમે ધીમે કાટમાળ હટાવવાનું શરૂ કર્યું. કલાકોની જહેમત બાદ અમે યુવકને સલામત રીતે હજારો ટન વજનના કાટમાળમાંથી બહાર કાઢી લીધો હતો.
કોલિન ડિલરે જણાવ્યું કે બચાવી લેવાયેલા યુવકને સારવાર માટે તરત હોસ્પિટલ ખસેડાયો હતો. મળતી માહિતી અનુસા, બચાવ અભિયાન હજી યથાવત્ છે. કાટમાળ ધરાશાયી થતા અત્યાર સુધી 29 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 29 લોકો હજી ગુમ હોવાનું સામે આવ્યું છે.


