એસ્ટોરોઇડનું સંશોધન કરી રહેલા સાઇક-16 અંતરિક્ષ યાન તરફથી સિગ્નલ આવ્યા
પૃથ્વી અને સૂર્યના અંતર કરતાં પાંચ ગણા દૂરના અંતરેથી આ લેઝર સિગ્નલ મોકલાયા હતા
આ શુદ્રગ્રહ મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે શુદ્રગ્રહ બેલ્ટમાં આવેલો છે
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ સ્પષ્ટતા કરી છે કે પૃથ્વીને અંતરિક્ષના દૂરના અંતરેથી રહસ્યમય સિગ્નલ મળ્યા છે. આ સિગ્નલ અંદાજે 14 કરોડ માઇલ દૂરના અંતરે ઉત્પન્ન થયા છે.નાસાનું કહેવું છે કે નાસાના નવા અંતરિક્ષયાન સાઇક તરફથી આ લેઝર સિગ્નલ આવ્યા છે. નાસાએ ઓક્ટોબર 2023માં એક અંતરિક્ષ મિશન લોન્ચ કર્યું હતું. તે મિશન હેઠળ સાઇક -16 નામના એક ખૂબ નાના ગ્રહ (શુદ્રગ્રહ) તરફ અંતરિક્ષ યાન મોકલવામાં આવ્યું હતું. તે શુદ્રગ્રહ મુખ્યત્વે ધાતુથી બનેલો હોવાનું અનુમાન છે. એવું પણ મનાય છે કે આપણા સૌર મંડળમાં આવો શુદ્રગ્રહ (એસ્ટેરોઇડ) દુર્લભ છે. આ શુદ્રગ્રહ મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે શુદ્રગ્રહ બેલ્ટમાં આવેલો છે.
રોબોટ્સ તેનો અભ્યાસ કરી રહ્યા છે. અમેરિકી અંતરિક્ષ યાન સાઇક તે ડીપ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન અર્થાત ડીએસઓસી સિસ્ટમથી સજ્જ છે. અંતરિક્ષમાં ખૂબ દૂરના અંતરે લેઝર સંચારને સંભવ બનાવવાના હેતુસર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
રેડિયો ફિક્વન્સી ટ્રાન્સમીટરનો ઉપયોગ
સાઇક અંતરિક્ષ યાને રેડિયો ફિક્વન્સી ટ્રાન્સમીટરનો ઉપયોગ થયો છે અને સાથોસાથ તેની ઓપ્ટિકલ સંચાર ટેક્નોલોજીએ પણ ક્ષમતા સાબિત કરી દીધી છે. લેઝર સંચાર ડેમો દ્વારા હવે 14 કરોડ માઇલના દૂરના અંતરેથી એન્જિનિયર ડેટાનું પ્રસારણ થયું છે. આ અંતર પૃથ્વીથી સૂર્ય વચ્ચેના અંતરની તુલનામાં પાંચ ગણું છે. ડીએસઓસી સિસ્ટમે સાઇકના રેડિયો ટ્રાન્સમીટર સાથે પણ સફળતાપૂર્વક ઇન્ટરફેસ કર્યું છે. તેને પગલે અંતરિક્ષયાન પરથી સીધા પૃથ્વી પર એન્જિનિયરિંગ ડેટા સંચાર સંભવ બન્યો છે.


