- ભારતમાં છેલ્લા 9 વર્ષમાં અનેક બદલાવ થયા: CM ભૂપેન્દ્ર પટેલ
- PM મોદીએ નવા ભારતની બુનિયાદ મુકી છે
- સ્ટાર્ટઅપમાં યુવાનોએ અલગ ઓળખ ઊભી કરી
ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્કલેવ 2023 કાર્યક્રમની શરૂઆત થઇ છે. જેમાં મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનો આરંભ થયો છે. કોન્કલેવમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાં છે. તેમજ કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર છે.
યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, ગુજરાતના વેપારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો
યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, ગુજરાતના વેપારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો છે. જેમાં કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 9 વર્ષમાં અનેક બદલાવ થયા છે. PM મોદીએ નવા ભારતની બુનિયાદ મુકી છે. સ્ટાર્ટઅપમાં યુવાનોએ અલગ ઓળખ ઊભી કરી છે. સ્ટાર્ટઅપ અને ઈનોવેશન યુવાનોનો જીવનમંત્ર છે. કેન્દ્રની યોજના લાગુ કરવામાં ગુજરાત અવ્વલ છે. યુવાઓના સપના પૂર્ણ કરવાની PM મોદીની ગેરંટી છે. કોન્કલેવમાં ગુજરાતમાં રોકણ વિશે ચર્ચા થઇ છે. તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, માર્કેટ અને ફંડિગ વિશે પણ ચર્ચા થઇ છે.
આઈ હબ નામનું મોટુ પ્લેટફોર્મ આપણે એના માટે ઉભુ કર્યુ: મંત્રી ઋષિકેશ પટેલ
અગાઉ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે આઈ હબ નામનું મોટુ પ્લેટફોર્મ આપણે એના માટે ઉભુ કર્યુ છે. અન્ય દેશોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રણાલી શરુ થઈ છે. આજે આપણે વિશ્વમાં ત્રીજા નંબર પર પહોચી ગયા છીએ. યુવાનોને નવા આઇડિયા હોય એને પ્લેટફોર્મ નહોતુ મળતુ. ગુગલ, ફેસબુક જેવાની શરુઆત પણ આવી રીતે થઈ છે.
ભારતને ત્રીજા સ્થાનની વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ બનાવેલ છે
આ રાઉન્ડ ટેબલ બેઠક અને સ્ટાર્ટ અપ કોન્કલેવમા સ્ટાર્ટઅપ્સને વધુ સરળ અને અનૂકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી નિયમનકારી સુધારા, કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્હાન્સ મેન્ટ પર ભાર મૂકવામાં આવશે. ભારત અને ગુજરાતમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણની સ્થિતિની સમીક્ષા તેમજ ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તદુપરાંત આ કોન્કલેવમા ઇનોવેશન અને રિસર્ચ, માર્કેટ એક્સેસ, ભંડોળ અને નાણાકીય સમાવેશ તેમજ સ્ટાર્ટઅપ ના ચેલેન્જિસ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.


