- 17 હજાર કરતા વધારે વેપારીઓની કમિશનની માંગ મુદ્દે હડતાલ
- વારંવાર સરકારને રજૂઆત છતા ઉકેલ ન આવતા આજથી હડતાલ
- સમયસર જથ્થો ન મળવા, અનાજની બોરીમાં ઘટ જેવી માંગ
રેશનિંગ દુકાનદારોની આજથી રાજ્યવ્યાપી હડતાલ છે. જેમાં 17 હજાર કરતા વધારે વેપારીઓની કમિશનની માંગ મુદ્દે હડતાલ છે. તથા વારંવાર સરકારને રજૂઆત છતા ઉકેલ ન આવતા આજથી હડતાલ શરૂ કરવામાં આવી છે. સમયસર જથ્થો ન મળવા, અનાજની બોરીમાં ઘટ જેવી માંગને લઇ વેપારીઓ હડતાલ પર છે.
સરકાર ઠરાવ ન કરે ત્યાં સુધી વેપારીઓ નવેમ્બરનો જથ્થો નહી ઉપાડે
સરકાર ઠરાવ ન કરે ત્યાં સુધી વેપારીઓ નવેમ્બરનો જથ્થો નહી ઉપાડે તથા કમિશન સહિતની માંગને લઈને આજથી રેશનિંગ દુકાનદારોની હડતાળ છે. રાજ્યની 17000 જેટલી વ્યાજબી ભાવની દુકાનોમાં હડતાળ છે. વારંવાર રજુઆત છતાં સરકારે ધ્યાન ન આપતા હડતાળ કરવામાં આવી છે. અનાજની બોરીમાં ઘટ, 20 હજાર કમિશનની ભરપાઈ જેવી અનેક માંગોને લઈને હડતાળ છે. દિવાળીના તહેવાર ઉપર ગરીબોને રેશનીગનું અનાજ નહી મળે તેવા એંધાણ છે. તેમાં સસ્તા અનાજના દુકાનદારો પુરવઠાનું વિતરણ કરશે નહી. રૂપિયા 20 હજારના કમિશન મુદ્દે હજુ પણ અવઢવને પગલે પરવાનેદાર લડત આપવા મક્કમ છે.
રાજકોટ જિલ્લામાં 700 થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય
રાજકોટ જિલ્લામાં 700 થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે. તેમાં 31 તારીખ સુધીનું સરકારને દુકાનદારોએ અલટીમેટમ આપ્યું હતુ. પહેલી તારીખથી માલ નહી ઉપાડવા અને વિતરણ નહી કરવા સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે. જેમાં આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો થઈ શકે છે. જન્માષ્ઠમી ઉપર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. કમિશનર પેટે 20 હજાર આપવાની માંગણી સ્વીકારવામાં આવી હતી. માંગણી અંતર્ગત જૂજ દુકાનદારો જ આવતા હોવાનું સામે આવતા સરકારે છેતર્યા હોવાની દુકાનદારોની લાગણી છે. દશેરા સુધીમાં નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. જેમાં કોઇ નિરાકરણ ના આવતા આજથી હડતાલ શરૂ થઇ છે.