- જેહાદી ષડયંત્રનો ભોગ બનેલી કેરળની પાંચ યુવતીઓએ આપવીતી વર્ણવી
- ધ કેરલા સ્ટોરી ફિલ્મમાં દર્શાવેલી ઘટનાઓને હકિકતમાં સહન કરનાર દિકરીઓએ
- ગાંધીનગરમાં દુખદ અનુભવો અન્ય દિકરીઓ સમક્ષ વર્ણન કર્યા
શ્રુતિ, શાંતિકૃષ્ણા, અનધા, વૈશાલી અને અનુષા. આ એ યુવતીઓના નામ છેકે, જેઓની આપવીતી સાંભળીને ઉપસ્થિત તમામ લોકોના આંખોમાંથી અશ્રુધાર વહેવા લાગી હતી. આ યુવતીઓ ગઇકાલે ગાંધીનગરની મહેમાન બની હતી. તેઓ જેહાદી ષડયંત્રનો ભોગ બનેલી છે. તેઓનું જે રીતે એક ષડયંત્રના ભાગરૂપે ધર્માંતર કરાવવામાં આવ્યુ અને ત્યારબાદ તેઓના પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા તે આપણે સૌ ધ કેરાલા સ્ટોરીમાં નિહાળી ચુક્યા છીએ. આ ફિલ્મ ઉપરોક્ત યુવતીઓના જીવનની સત્ય ઘટનાઓ પર આધારીત છે. અન્ય યુવતીઓ આ જેહાદી ષડયંત્રનો ભોગ બને નહી તે માટે તેઓએ પોતાના દુખદ અનુભવો સેક્ટર-23 ગાંધીનગર સ્થિત વિદ્યાભારતી સંકુલમાં યોજાયેલા બેટી બચાવો, સ્વાભિમાન જગાવો કાર્યક્રમમાં વર્ણવ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન શ્રી ડો. હેડગેવાર સ્મારક સમિતી અને જ્ઞાનગૃર્જરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં ધ કેરેલા સ્ટોરી ફિલ્મમાં દર્શાવેલ ઘટનાઓને હકિકતમાં સહન કરનાર અને ભોગ બનનાર ઉપરોક્ત દિકરીઓએ ભાગ લીધો હતો. લવ જેહાદ જેવા જેહાદી ષડયંત્રો કેટલા આયોજનબધ્ધ રીતે ચલાવવામાં આવે છે તે આ યુવતીઓની જીવનકથની પરથી સમજી શકાય તેમ છે. આ કોઇ ગામડાની કે અભણ યુવતીઓ નથી પરંતુ પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચત્તમ આયામ પ્રાપ્ત કરનાર શિક્ષિત યુવતીઓ છે. શ્રુતિ શિક્ષીકા છે, શાંતિકૃષ્ણા નર્સ છે, અનધા વ્યવસાયે ફિઝિયોથેરાપીસ્ટ છે તો અનુષા માઇક્રો બાયોલોજિસ્ટ અને વરિષ્ઠ વૈજ્ઞાનિક છે. જ્યારે વૈશાલી એન્જિનયીર છે અને તે દેશની એક જાણિતી કંપનીમાં આઇટી એન્જિનીયર છે. આ પાંચેય યુવતીઓ જીવનની સારીનરસી બાબતોને સુપેરે જાણી શકે છે, અનુભવી શકે છે. તેમ છતા તેઓનું જેહાદી ષડયંત્રના ભાગરૂપે માઇન્ડ વોશ કરવામાં આવ્યુ અને આ યુવતીઓ જેહાદી માનસીકતા ધરાવતા લોકોની માયાજાળમાં ફસાઇ પણ ગઇ. પાંચ પૈકી એક યુવતી ક્રિશ્રિાયન કટ્ટરવાદનો ભોગ બની તો અન્ય ચાર યુવતીઓ ઇસ્લામિક જેહાદી ષડયંત્રની માયાજાળમાં ફસાઇ. આ યુવતીઓએ પોતાની જે આપવીતી વર્ણવી તેમાં તમામમાં એક વાત કોમન આવી. તેઓનું ધીરેધીરે માઇન્ડ વોશ કરવામાં આવ્યુ અને આ માઇન્ડ વોશ પાછળ તેઓના કોલેજ અને નોકરીસ્થળના સહકર્મચારીઓનો સિંહફાળો રહ્યો. જેહાદી ષડયંત્રના ભાગરૂપે તેઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. જે રીતે યુવતીઓ શિક્ષિત હતી તે રીતે તેમનું માઇન્ડવોશ કરનાર સહકર્મચારીઓ પણ એટલાજ શિક્ષિત હતા. એટલેકે, શિક્ષણ કરતા આ સહકર્મચારીઓ પર ધાર્મિક કટ્ટરવાદ વધુ હાવી હતો. જોકે, હાલ આ યુવતીઓ સનાતન ધર્મમાં પરત ફરી છે. તેઓની સાથે જે જેહાદી ષડયંત્રના ભાગરૂપે ખેલ ખેલાયો હતો તે પ્રકારે અન્ય યુવતીઓ તેનો ભોગ બને નહી અને તેઓમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી તેઓએ પોતાના દુખદ અનુભવો આગળ આવીને ઉપરોક્ત કાર્યક્રમમાં રજુ કર્યા હતા. આ ઉલ્લેખનીય છેકે, આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર જિલ્લાની વિવિધ વિસ્તારોની શાળા, કોલેજ, હોસ્ટેલની 700 જેટલી દિકરીઓ ઉપસ્થિત રહી હતી. ઉપરોક્ત યુવતીઓ સાથે જેહાદી ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવેલા અત્યાચારની કથની સાંભળી તેઓની આંખોમાંથી અશ્રાધારા વહેવા લાગી હતી.
ભટકી ગયેલા 7200 યુવક યુવતીઓને સનાતન ધર્મમાં પરત લાવ્યા : કે.આર.મનોજ
બેટી બચાવો, સ્વાભિમાન જગાવો કાર્યક્રમમાં કેરલની સંસ્થા આર્ષ વિદ્યા સમાજમ ના આચાર્ય કે.આર. મનોજ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ મામલે જણાવ્યુ હતુકે, તેમની સંસ્થાએ અત્યાર સુધીમાં 7200 યુવક યુવતીઓને સનાતન ધર્મમાં પરત લાવવાનુ ભગીરથ કાર્ય કર્યુ છે. કેરળ સહિત દેશભરમાં લવજેહાદનો ભોગ બનનાર દિકરીઓને હિન્દુ ધર્મમાં પરત લાવવા અનેક વિધ પ્રયાસો કર્યા છે.


